Sunday 20 March 2016

બારોટ શબ્દ ક્યાંથી આવ્યો?

માતા સરસ્વતીને છ મુખ છે. છ મુખના બાર હોઠ થાય છે બારહોઠનું અપભ્રંશાથી બારોટ શબ્દ થયો હોય તેવું મનાય છે.

           ભારતમાં જે ‘દિ’ લોકશાહીનો ઉદય થયો, ત્યારે રાષ્ટ્રીયતાનો વિકાસ થયો અને વર્ગો તેમજ રીત-રિવાજોથી સર્જાયેલા ઉચ્ચ-નીચના ભેદો જ સામાજિક અસમાનતાના ઘાતક અને રાષ્ટ્રની પ્રતિજ્ઞા અવરોધ બનતા પશ્ચિમના સામ્યવાદે અને મહાત્મા ગાંધીજીના સર્વોદયવાદે બિન સાંપ્રદાયક સમાજની રચનાના વિચારો આપ્યા અને એમાંથી જ લોકશાહી સમાજવાદનો જન્મ થયો
આપણે વાત અહી વાત કરવી છે બારોટની.

           ભાવનગર માલદાનભાઈ એચ. બારોટ લખે છે કે, વેદ્પુરણમાં એક એવી પણ વાત છે કે, દેવોની આઠ જાતિ હતી તેમાં વિધાધર એક જાતિ હતી.વિધાઓંને જે ધારણ કરે તે વિધાધર.પાછળથી વિધાઓ, સૂત, પોરાણિક,માગધ બંદીજન જેવા નામે ઓળખતા. મધ્યયુગ સુધી આમ ચાલ્યું.મહાભારતકાળમાં મહાભારતનું યુદ્ધ થયું તેની રનીગ કોમેન્ટ્રી સંજયને સોપાઈ.શ્રીકૃષ્ણ જેવા બુદ્ધિશાળી નેતા આ કામ અન્ય કોઈએ સોંપી શક્યા હોત છતાં સંજયને સોંપવામાં આવ્યું.જો અન્યને સોંપ્યું હોત તો સંજયના યુદ્ધ વર્ણનની કળા સામે બીજા કોઈપણ ફીફા લાગત.આ રીતે મધ્યયુગના પ્રથમ અવશેષ એવા કવિ ચંદ કે જેઓ જવાળામુખીની સ્તુતિમાં અનેક સ્થળે બંદીજન શબ્દ વાપર્યો છે. એ જ વાત પુરવાર કરે છે કે, આજના યુગમાં જેમ વાર્તાકારો અને ગાયકોના બે જુદા જુદા વર્ગ છે તેમ જુના જમાનામાં પણ વાર્તાકારો, કથાકારો, પોરાણિક કહેવાતા.જયારે ગાયકો બંદીજન કેહવતા.સંજય પહેલા વર્ગના હતા જયારે ચંદ બીજા વર્ગના હતા.પણ વાસ્તવમાં તેઓ જાતિની દ્રષ્ટીએ એક હતા.

           મધ્યયુગમાં ક્ષેત્રીય રાજ્યો હતાં વિધાધરો તેને આપ્રયે રેહવા લાગ્યા તેમાં કોઈ વાર્તાકાર તારીખે કોઈ વળી કવિ તરીકે.ઉપદેશક જાતિ હોઈ,પાછળથી તેઓ બ્રાહ્મણો સાથે ખપ્યા.છતાં રજપૂતો સાથેના આહાર-વિહાર અને જરૂર પડ્યે યુધની કામગીરી પણ કરતા હતા.તેથી ‘બ્રહમભટ્ટ’ તરીકે ઓળખાયા તેમ છતાં બ્રાહ્મણો સાથેનો તેનો વહેવાર ચાલુ રહ્યો.

           અહી બ્રાહ્મણો બ્રાહ્મણોના અર્થમાં અને ‘ભટ્ટ’ શુરવીરના અર્થમાં હતો, પણ બ્રાહ્મણોને આ લાંબેગાળે ન રૂચ્યું અને ન રૂચે તે સ્વાભાવિક છે.એટલે ‘બ્રહમભટ્ટે’ બ્રાહમણોથી જુદા પડતા વિધમાં ઓટ આવવા લાગી આથી ‘બ્રહમભટ્ટે’ શબ્દમાંથી પાછલો ‘ભટ્ટ’ શબ્દ અપભ્રંશ થઈને ભાટ થઇ ગયો.

           મધ્યયુગના અંતમાં તો ‘બ્રહમભટ્ટ’ શબ્દ લગભગ વિલીન થઇ ગયો માત્ર ભાટ શબ્દ રહ્યો.બ્રાહ્મણો સાથે તેનો સબંધ માત્ર જનોઈ ધારણ કરવા પુરતો અને ચોર્યાશીમાં જમવા પુરતો રહ્યો.

           પરંતુ આપણી તો મૂળ વાત છે બારોટ શબ્દની.આ બ્રહમભટ્ટ, ભાટ, દવારભટ, બ્રાહમણ આ શબ્દોમાંથી જ બારોટ શબ્દ ઉત્પન્ન થયો છે તેવું માનવામાં આવે છે. આ પુરાણિક વાતમાં પુરાણો અને ઇતિહાસના આધારે કાશીએ ભણેલા મહુવાના વતની કર્મકાંડી અને વેદાંતાચાર્ય પ્રજાપતિના બારોટજી અદાપુરાણીના લખે છે કે,બ્રહમાના કપાળમાંથી કવિ ઋષી ઉત્પન થયા જેને માતા સરસ્વતીએ ભણાવ્યા તેથી તેને ચારે વેદ ખટ શાસ્ત્ર અને અઢારેય પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થયું.

           કુંભણના કવિ (હાલ મહુવા) અમરૂદેવ બારોટ કવિ ‘શ્રીકુંભ’ બારોટ લખે છે કે,અદાપુરાણી માતા સરસ્વતીના સ્વરૂપનું વર્ણન કરતા લખે છે કે,માતા સરસ્વતી છ મુખ છે. છ મુખના બાર હોઠ થાય છે બારહોઠનું અપભ્રશ થતાં તેમાંથી બારોટ શબ્દ થયો હોય તેવું મનાય છે.આ મુખમાંથી નીકળેલી અદભુત વાણી કવિ ઋષીએ કંઠસ્થ કરી આ શબ્દ વિધાને એટલે કે માતાજી બારેય હોઠથી નીકળી વાણીને સમાજમાં પ્રવાહીત કરતા કવિ ઋષી બારહઠ કહેવાયા અને આ બારહઠનો બારોટ શબ્દ પ્રાયોજિત થયો જેને આજે એક જ્ઞાતીનો દરજજો મળ્યો છે.

           ભાષા સાહિત્યની દ્રષ્ટીએ બારહઠનો અર્થ દવારભટ્ટ પણ થાય છે.તેથી એ બ્રહ્મભટ્ટ કહેવાય અને આ બ્રહ્મભટોની નવ શાખા થઇ જે નાવકટારીના ભાટ કહેવાયા છે.દવારભટ્ટની જેમજ ચારણો માટે ગઢવીર શબ્દ વપરાતો હતો અને તેનો અર્થ પણ દવારભટ્ટ જ થાય.

           કોઈ એમ કેહ્તું હોય કે, બારહઠનું બારણામાં બેસી હઠ કરનાર જાતિ એવો અર્થ કરે છે. પણ તે બરોબર નથી.ભાટો મૂળ બ્રાહ્મણો હતા એટલે સત્યપ્રિયત્વ તે તેઓ જાતિ સ્વભાવ હતો ક્ષેત્રીયોના તેમાં દ્રઢતા ભળી એટલે તેઓ સત્ય માટે મૃત્યુ પસંદ કરતા.કેટલાક આચરણો માટે તેઓ સખત વોરોધ કરતા આવા ગુણને કારણે ક્ષેત્રીય રાજાઓ તેઓ પર જરૂર ભરોસો મુકતા.એટલું જ નહી.પણ દુશ્મન પક્ષના હોય તોપણ નેક-ટેક માં ભાટો વિશ્વાસનિય હતા.આવા ભાટોની બાર પ્રતિજ્ઞાઓ હતી અને તે બાર પ્રતિજ્ઞાને તેઓ જીવનભર પાળતા.એટલે ભાટો પાછળથી બારહઠ કહેવાયા.

           આ બાર પ્રતિજ્ઞાઓમાં તેઓ ક્યારેય જુગાર ન રમે, કોઈ મરીગ્યું હોય તો તેવા પાછળનું દાન ણ લ્યે, વ્યતિપાત, સંક્રાત, ગ્રહણ જેવા શાસ્ત્રનિષિધ પ્રસંગોના દાન લ્યે, કયા, વાણી અને આચરણ શુદ્ધ રાખે,વ્યભિચાર ન કરે,ખોટું ન બોલે, વચન ભંગ થાય નહી વગેરે…


0 comments:

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer