Showing posts with label barot. Show all posts
Showing posts with label barot. Show all posts

Wednesday 28 February 2024

હિંદથી હલકટ ભગાવ્યા હશે.

 ખરે ટાણે ખુંખારને જગાવ્યા હશે.

તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


ગૌરવભર્યું સ્મિત કરીને.

રણક્ષેત્રની રીત ધરીને.

એણે શૂરા સમરાંગણ ચડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


છાતીના ઘા ગણશું અમે.

ત્યાં પ્રીતના મહેલ ચણશું અમે.

એને લાડ લાલઘૂમ લડાવ્યા હશે.

      તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


કેસરવર્ણી આંખ કરીને.

તિલકચોખા ભાલ ભરીને.

એણે હસતાં મુખડે વળાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


માં ભોમ માટે લડવાનું હોય

મારવાનું હોય કાં મરવાનું હોય.

એણે પાઠ પ્રથમ ભણાવ્યાં હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


જરૂર પડી તો જાતને બાળી.

સામી પડી જય ભડવાને ભાળી.

ખુદ ખાંડા પકડી ખખડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


વીર પુરુષની વિધવા થૈ જઈશ.

ન ભાગેડુંની મને ભાર્યા કહીશ.

એણે શબ્દના શૂરાતન ચડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


છાતીના 'દેવ' સરખાં કરીશ.

પીઠના હશે 'ઘા' લાજે મરીશ.

એણે પથ્થરને પાણી પીવડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


દેવાયત ભમ્મર :-

Tuesday 24 May 2022

બારોટ લક્ષણ બાર - છપૈય | Batot Lakshan BAR - Chhapaiyee

જય માતાજી
રચયિતા:- કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
 

            (બારોટ લક્ષણ બાર) 
                      (છપૈય) 


બારોટ લક્ષણ બાર, 
                        પદ શ્રેષ્ઠ ધર પરિયાગતિ. 
બારોટ લક્ષણ બાર, 
                       કરે અમર નર કીરતી. 
બારોટ લક્ષણ બાર, 
                     સભાજીત ઔર ચતુરાઇ. 
બારોટ લક્ષણ બાર, 
                   પણ ખાતીર પ્રાણ દેઈ.
મન વચન અરૂ કર્મથી મજબુત, 
                    શારદ એ રટનાર છે. 
દાન લીયે રૂ દાન દીયે, 
                   બારોટ લક્ષણ બાર છે. 

******************************


નોંધ;-  બારોટમા આ બાર પ્રકાર ના લક્ષણો હોય છે. 


(૧) ઉચ્ચ પદ પર બેસવું. 
(૨) પરિયાગતિ પાળવી -બારોટ પણું કરવું. 
(૩) નરવિરો -જજમાનની કિર્તી કરવી. 
 (૪) સભાજીત હોવું. 
 (૫) ચતુરાઇ હોવી
 (૬)પણ માટે પ્રાણ આપવા (ત્રાગું કરવું)
(૭) મન અડગ હોવું.
(૮)વચનથી ચલીત ના થવું.
(૯) કર્મ શુધ્ધ હોવું. 
(૧૦) મા સરસ્વતી નું રટણ કરવું.
(૧૧) દાન લેવું. 
(૧૨) અને દાન દેવું. 
 

કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
ના જય માતાજી.

 
Design and Bloggerized by JMD Computer