Showing posts with label Poems. Show all posts
Showing posts with label Poems. Show all posts

Wednesday 28 February 2024

હિંદથી હલકટ ભગાવ્યા હશે.

 ખરે ટાણે ખુંખારને જગાવ્યા હશે.

તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


ગૌરવભર્યું સ્મિત કરીને.

રણક્ષેત્રની રીત ધરીને.

એણે શૂરા સમરાંગણ ચડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


છાતીના ઘા ગણશું અમે.

ત્યાં પ્રીતના મહેલ ચણશું અમે.

એને લાડ લાલઘૂમ લડાવ્યા હશે.

      તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


કેસરવર્ણી આંખ કરીને.

તિલકચોખા ભાલ ભરીને.

એણે હસતાં મુખડે વળાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


માં ભોમ માટે લડવાનું હોય

મારવાનું હોય કાં મરવાનું હોય.

એણે પાઠ પ્રથમ ભણાવ્યાં હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


જરૂર પડી તો જાતને બાળી.

સામી પડી જય ભડવાને ભાળી.

ખુદ ખાંડા પકડી ખખડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


વીર પુરુષની વિધવા થૈ જઈશ.

ન ભાગેડુંની મને ભાર્યા કહીશ.

એણે શબ્દના શૂરાતન ચડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


છાતીના 'દેવ' સરખાં કરીશ.

પીઠના હશે 'ઘા' લાજે મરીશ.

એણે પથ્થરને પાણી પીવડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


દેવાયત ભમ્મર :-

Sunday 17 April 2016

વોટ્સએપ ગ્રુપની મગજમારી

                 મોબાઈલ મહાગઠબંધન ઊર્ફે વોટ્સએપ ગ્રુપની મગજમારી

                                                                 

        હસુભાઈ વોટ્સએપ નામની બલાથી દૂર જ હતા, પણ એક દિવસ અચાનક અમારી ડીમલાઈટ સોસાયટીના સભ્યોએ “મેમ્બર્સ ચેમ્બર” નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને હસુભાઈને એમાં એડ કરવામાં આવ્યા. હસુભાઈએ મને એડ કર્યો. એમાં રોજ સવારે ધનશંકર થોકબંધ સુવિચાર મૂકતા અને રોજ રાતે બાબુ બાટલી થોકબંધ  જોક્સ મૂકતા. જોકે આની એકમેકને અસર થતી નહીં. કેમ કે સુવિચારનો મારો ચાલતો હોય ત્યારે વહેલી સવારે બાબુ બાટલી સૂતો હોય અને જોક્સનો મારો ચાલતો હોય ત્યારે મોડી રાતે ધનશંકર સૂતા હોય.

        વોટ્સએપ પર સોસાયટીના સભ્યોનું બે પ્રકારનું અંગ્રેજી જોવા મળતું, એક ધરાર ખોટું અંગ્રેજી અને બીજું ધરાર કોપી પેસ્ટ કરેલું સાચું અંગ્રેજી. મને સંબોધીને શાયરીઓ મોકલવામાં આવતી. ‘આ તમને ક્યાંક પોગ્રામમાં બોલવામાં કામ લાગશે’ કહીને અમુક સભ્યો સ્વરચિત કવિતા મોકલતા. જો કે ઘણીવાર ચારચાર જણાની સ્વરચિત કવિતા એકસરખી આવતી.     

        ધીરેધીરે હસુભાઈને ગ્રુપ બનાવવાનો ચસ્કો લાગ્યો. એમણે પોતાના સ્કૂલ કાળના મિત્રોનું ગ્રુપ બનાવવા માંડ્યું, જેઓ બાલમંદિરમાં સાથે ભણતા તેઓનું ‘બાલમંદિર બ્રિગેડિયર’ ગ્રુપ બન્યું, જેઓ સ્કૂલમાં  સાથે હતા એમનું ‘આઉટ સ્ટેંડીંગ સ્ટુડટ્સ’ગ્રુપ બનાવ્યું. (અર્થાત કાયમ ક્લાસની બહાર ઊભા હોય એવા વિદ્યાર્theeo, પરણેલાઓનું એક ગ્રુપ બનાવ્યું, એને નામ આપ્યું, ‘યારા સમદુખિયારા’.

        સોસાયટીના ફ્લેટ હોલ્ડર્સના ‘મેમ્બર્સ ચેમ્બર’ગ્રુપમાં સોસાયટીની બહેનોને એડ કરવામાં ન આવ્યા એટલે રોષે ભરાઈને હેમાબેને ‘કૂક- ડે- કૂક’ગ્રૂપ બનાવ્યું. એમાં રોજ સવારે બહેનો એક્બીજીને પૂછતી,“આજે શું બનાવ્યું?” બધા પહેલો જવાબ એ આપતાં “રોજ ને રોજ શું બનાવવાનું?” પછી તો એનું શોર્ટ ફોર્મ પ્રચલિત થઈ ગયું, “આર એન આર એસ બી!” પછી  હેમાબેન લખે, “લેફ્ટ ઓવર” (બચેલું)  અથવા “લેફ્ટ ઓન વર” અર્થાત વર પર છોડ્યું. (રસોઈ પસંદ કરવાનું કે રસોઈ બનાવવાનું તે સૌએ પોતાની રીતે સમજવું). કોઈ એક લખતી કે“ગોઈંગ આઉટ ફોર ડીનર” અને બાકીના ‘નર’ને ઘોંચપરોણા શરૂ થઈ જતાં.  

        બીજું બહેનોએ “કામવાળી લાઈવ સ્ટેટસ”નામનું  ગ્રુપ બનાવ્યું. કામવાળી મંજુ પાંચ ફ્લેટમાં કામ કરતી. સૌથી પહેલાં રમાબેનને ત્યાં આવે,એટલે રમાબેન અપડેટ કરે, “મંજુ મહારાણી અરાઈવ્ડ હાફ અવર લેટ”. પછી દસ વાગ્યે જાસ્મીનબેન એમને મેસેજ કરે “અલી રમા, સેંડ હર અર્લી.” જાસ્મીનનું ઘર છોડે એટલે જાસ્મીન સામેના એપાર્ટમેંટ પરથી મેસેજ લખે, “@હેમાબેન,મંજુ મહારાણી લેફ્ટ” હેમાબેન માથુ ખંજવાળતું સ્માઈલી મૂકે. “નોટ અરાઈવ્ડ યેટ” એટલે ઉપરના માળેથી ચંપાબેન લખે, “વોચિંગ ફ્રોમ બાલ્કની,બેનબા ઈઝ  on the way”. એટલે હેમાબેન ત્રીજા માળે કામ કરતી વોચમેનની વાઈફની શેઠાણી શાંતાબેનને લખે “સેંડ યોર મેઈડ ટુ બાલ્કની "આખરે કામવાળીએ જિદ કરી કે કાં તો મને ગ્રુપમાં એડ કરો કાં આખું ગ્રુપ ડિલિટ કરો.

        એટેંશન સીકીંગ શાંતિભાઈએ સોસાયટીના પોતાનું “શાંતિભાઈ ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું અને તમામ 33 ફ્લેટ હોલ્ડરને એડ કરી દીધા. એટલે બાબુ બાટલી અને ધનશંકરે પણ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું. ધીરેધીરે સોસાયટીના દરેક સભ્ય એ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવી દીધું. દરેક્માં 33 સભ્યો હતા, કોઈ કોઈને શરમમાં ના ન પાડી શકે. ગ્રુપમાંથી નીકળી જાય એટલે ખોટું લાગે. કોઈપણ નવો મેસેજ ફરતો થાય એટલે દરેક પોતાના ગ્રુપમાં મૂકી દેતો અને બાકીના બત્રીસને નોટિફિકેશનની ઘંટી વાગતી.

આખરે હસુભાઈ હિંમત કરીને “કાન્ટ હેંડલ સો મેની ગ્રુપ્સ” કરીને બધા ગ્રુપમાંથી નીકળી ગયા. એમને જોઈ હું પણ બધાં ગ્રુપમાંથી નીકળી ગયો, પણ ઘણાં દિવસોથી મિનિટે મિનિટે નોટીફિકેશન જોવાની ટેવ પડેલી તે હવે સૂનુ સૂનું લાગવા માંડ્યું.

        આખરે હસુભાઈએ પોતે ‘ડીમલાઈટ સોસાયટી ઈંટેલિજંટ મેમ્બર ચેમ્બર’ ગ્રુપ બનાવ્યું. એમાં અમે બે જ છીએ. અમને બન્નેને લાગે છે ગ્રુપનું નામ 50 ટકા તો સાચુ જ છે. હસુભાઈ એ ગ્રુપમાં આખા જગતને ગાળો આપે એટલે મેં કંટાળીને લખ્યું, “નખ્ખોદ જજો કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોનું!” (કેમ કે, વોટ્સએપની શોધ (કે સ્થાપના) કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોએ કરી હતી.)

આ જાણીને હસુભાઈ બોલ્યા, “મોદીજી ઝુકરબર્ગને મળ્યા એના બદલે મોદીજીએ  આ બન્નેને મળીને કહેવું હતું કે સ્પેશ્યલ કેસ તરીકે 125 કરોડ દેશવાસીઓને એડ કરી શકાય એવું “મન કી બાત”નામનું ગ્રુપ બનાવી આપે. એકસાથે એક્સો પચ્ચીસ કરોડ નોટીફિકેશન સંભળાય એટલે બાજુમાં પાકિસ્તાનવાળાને લાગે કે અણુબોમ્બ ફૂટ્યો!”  

- ભદ્રેશભાઈ બારોટ  (Whatsapp)

Tuesday 22 March 2016

ભાઇ બારોટ એટલે બારોટ...!

ભાઇ ભાઇ બારોટ એટલે બારોટ...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ધણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહિમા ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............   બારોટ એટલે બારોટ

ભલે મારો બારોટ સમાજ ભલે
💥જય હિંગળાજ માઁ💥

- Ravibhai Barot - Surat (WhatsApp)

Sunday 20 March 2016

પાઘડીવાળા

પાઘડીવાળા...ભલે પા'ઘડી જીવ્યા,
એના આ'ઘડી અમર નામ મરજીવા... પાઘડીવાળા

પાઘ  ભગવીને...આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા... પાઘડીવાળા

પાઘ મરાઠીને...એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા...પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા... પાઘડીવાળા

પાઘ  ગુજરાતીને...એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા... પાઘડીવાળા

પાઘ મેવાળીને...રાજ રાણાનુ,
ચારણે રાખેલ સત મરજીવા...પાઘડીવાળા

- Sagarbhai Sarteja (vahivancha barot )Saurashtra

બૈરી લાવ્યો છે તો હરખાતો જ નઇ

બૈરી લાવ્યો છે તો હરખાતો જ નઇ,
હવે પરણ્યો ને તો પસ્તાતો જ નઈ.

શરુ માં લાગશે એ રૂપ નો અમ્બાર,
ડાકણ જેવી બને તો ગભરાતો જ નઇ.

અણિયારી આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો જ નઇ.

ઝુલ્ફો ને કહે છે ને ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો જ નઇ.

કોયલ કન્ઠી કહી પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાતો જ નઈ.

નાજૂક નમણી નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણ ના છૂટાં ઘા કરે તો બિયાતો જ નઇ.

પગ લાગે છે ને કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો જ નઇ.

બે ચાર દા'ડા લગી લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તો ચિલ્લાતો જ નઇ.

હવે પરણ્યો જ છે તો ભોગવેજ ચુપચાપ,
લડી એની સાથે હાડકાં ને તો તોડાતો નઇ......
😀😀😀

- Bhavin Barot (WhatsApp)

सच्ची समज

સસરા એ શું જવાબ આપ્યો
જરૂર વાંચજો ....
એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.
યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે. પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, " હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે. આ માટે કોઇ ખાસ કારણ ? "
પત્નિએ કહ્યુ, " તમે કોઇ નોંધ લીધી. લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે. જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે.
બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું"
પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ, " તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે. તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે ? " છોકરાની મમ્મી બોલી, " ના બિલકુલ નહી, એ તો સ્વભાવની બહુ સારી છે મારુ અને તમારુ બહુ સારુ ધ્યાન રાખે છે."
છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ,
" ગાંડી કોઇ બીજાની દિકરી
"પુરેપુરી આપણી થઇ જતી હોય" તો પછી "આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો" થાય
એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય ?"
મિત્રો,
એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી,
માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો ઉભા નહી થાય.

- Shardulbhai Visnagar (WhatsApp)

Saturday 19 March 2016

આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ...
ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી,
આજે "સેવ એન્વાયરમેન્ટ"
અને "સેવ વૉટર" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે ફેસબુક-વોટ્સએપ  પર લખાતી થઈ ગઈ.
આ હોળી "બિચારી" થઈ ગઈ !©

- Mayur Barot (WhatsApp)

Friday 18 March 2016

મારું મૃત્યુ

~: મારું મૃત્યુ :~ખાસ વાંચજો દરેક મિત્રને આજીજી

રોજના જેવી જ એ સવાર હતી. મારે ઓફીસે જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લા પાના   પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો.

એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો. ‘ હા ! કાલે રાતે સૂતો હતો, ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું ખરું. પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો ને ?’

હું ઘડિયાળ તરફ નજર કરું છું. ‘અરે ! દસ વાગી ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે ઓફીસ જવાનું કેટલું મોડું થઈ ગયું છે...

અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા આ રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.

કોઈક રડી રહ્યા છે. બીજા ચુપચાપ ઉભા છે.’
અરે ! આ શું ? મારું શરીર તો ફર્શ પર પડેલું છે. બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’ ‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?

અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ આ રહ્યો.’
મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં. કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું.

બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા સુવાના ઓરડામાં ગયો.

મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ? મારી પત્ની, મારું બાળક, મારાં મા બાપ, મારા મિત્રો – બધાં ક્યાં છે ?’

હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારી પત્ની સૌથી વધારે આક્રંદ કરી રહી હતી.

તેને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું. મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હોય તેમ લાગ્યું.

‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું, એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?

મારી પત્નીએ મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ? એક વાર તો એને હું કહી દઉં કે, હું તેને અત્યંત ચાહું છું.

અરે ! માબાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો. મારા મિત્રો વિના મેં જીવનમાં ઘણી ભૂલો કરી હોત; એમ એમને કહ્યા વિના, હું કઈ રીતે વિદાય લઉં ?

એ લોકોને મારી ખરેખર જરૂર હતી, ત્યારે હું તેમના કશા કામમાં આવ્યો નથી; એની દિલગીરી વ્યક્ત કર્યા વિના હું શી રીતે મરી શકું ?

જો ને પેલાં ખૂણામાં કોઈક છાના આંસુ સારી રહ્યો છે. અરે ! એ તો એક જમાનામાં મારો જીગરી દોસ્ત હતો. સાવ નાનકડા મતભેદ અને ગેરસમજુતીના કારણે અમે બે છુટા પડ્યા; અને અમારા અહમોના કારણે કદી ભેળા જ ન થયા.’

હું તેની પાસે ગયો અને મારો હાથ તેની તરફ લંબાવ્યો. મારે તેને મારી દિલગીરી સમજાવવી હતી. ફરી એના જીગરી બની જવું હતું. ‘મારા દોસ્ત ! મને માફ કરી દે.’ એમ કહેવું હતું.

‘અરેરે ! એને મારો હાથ દેખાતો નથી ? એ કેવો નિષ્ઠુર છે ? હું આટલી સરળતાથી મારું હૈયું ઠાલવી રહ્યો છું; તો પણ એ હજી કેટલો અભિમાની છે ?

ખરેખર મારે આવા લોકો માટે લાગણીવશ ન થવું જોઈએ. પણ એક સેકન્ડ. કદાચ એને મારો હાથ નહીં દેખાતો હોય ? ભૂલ્યો ! મારું શરીર તો બહારના ઓરડામાં પડેલું છે ને ?

ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.

‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારી પત્ની, મારાં માબાપ. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘

એટલામાં મારી પત્ની મારી બાજુમાં આવી પહોંચી. એ કેટલી સુંદર દેખાય છે?’ હું બરાડી ઊઠું છું ,’અલી એ ! તું ખરેખર સુંદર છે.” પણ એને ક્યાં મારા શબ્દો સંભળાય છે ?

‘મેં કદી એને એવા શબ્દો પ્રેમથી કહ્યા હતા ખરા ? ‘ હું મોટી ચીસ પાડી દઉં છું,” અરે ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’

હું રડી પડું છું.

‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા ! હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા બાપને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.

મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’

અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક આપી દે, મારા વહાલા !

અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”

‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.

મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?

કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોઈએ. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવીએ તો ?...

- Shardulbhai Visnagar (WhatsApp)

Sunday 13 March 2016

કાઠીયાવાડી છે...

નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે;
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે......

પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે;
હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે.....

સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય;
મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે.....

ન ખાવાનુ ખાવા માગ્યું હતુ;
એ મહેમાન મહા ભારાડી છે,
ખાંડણીયે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે.....

ખાંભીએ-ખાંભીએ સીંદુરીયો એ રંગ કાઠીયાવાડી છે;
રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠીયાવાડી છે.....

ધર્મ ની ખરી હતી એ દીશા જેમણે ઉઘાડી છે,
વીશ્વ તણા વિરાટ 'મોરારીબાપુ' કાઠીયાવાડી છે....

ગોકુળીયામા ગમ્યુ નહી; મથુરા મુકીને ભાગ્યો હતો,
રણ-રણ જઇને રણછોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે......

- Anup

- Dharmeshbhai

Friday 11 March 2016

" માણસ" કેવું જીવી ગયો ..

👇🏽🙏🏼🌹👍🏼👍🏼🌹🙏🏼👇🏽

શીર્ષક : " માણસ" કેવું જીવી ગયો ..

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો ...(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...

👆🏾👍🏼શુભ-સવાર👍🏼👆🏾

- Barot Mayur "KSC Group".

Sunday 6 March 2016

દીકરો દસમામાં આવ્યો

માણીએ કવિ તુષાર શુકલની આ રચના.

“કવિતાની છાલ તમે છોડો કે,
દીકરો દસમામાં આવ્યો
કોક ટ્યુશન વાળાને હાથ જોડો કે દીકરો દસમામાં આવ્યો

ટેનીસથી ઉંચક્યો ને સ્વીમીંગમાં નાખ્યો,
અર્ધો ભીંજાયો કે સ્કેટિંગમાં નાખ્યો,

સાન્તાક્લોઝ લાવ્યા ને દાદા ભૂલાયા,
ડેડી ને ડેડ કીધું ત્યારે હરખાયા,

ભલે હાંફ્યો ને તોય કહ્યું, “દોડો !” કે દીકરો દસમામાં આવ્યો.

દીકરાને ગમશે શું, એ ક્યાં વિચાર્યું !
આપણી જ ઇચ્છાનું ભારણ વધાર્યું,

ઢાળ જોઈ દોડ્યા ને દોડાવ્યે રાખ્યું,
એક ઘડી થોભી એ ન વિચાર્યું –
આ દીકરો કે રેસ તણો ઘોડો ! કે દીકરો દસમામાં આવ્યો.

હાલરડાં ગાઈ જેને હેતે સુવાડ્યો,
કાચી નીંદરમાંથી એને જગાડ્યો,

ભણતરના ભાર તણો થેલો ઉપાડ્યો,
આંખો ન ઉઘડી ત્યાં ચોપડો ઉઘાડ્યો !

એ તો સપનું જોવામાં પડે મોડો કે
દીકરો દસમામાં આવ્યો.
સઘળાને નંબર વન શાને બનાવવા ?
આટલા વિદ્વાનોને ક્યાં જઈ સમાવવા ?

સાથે મળી સૌ બેસો વિચારવા
ક્યાં સુધી છોકરા ને રોબો બનાવવા ?

કૈક એની મરજી પર તો છોડો કે દીકરો દસમામાં આવ્યો.

ટકા ઓછા આવશે તો લોકો શું કહેશે,
લોકોની લાય ભોગ છોકરાનો લેશે,

કરગરતા મા-બાપો ભિક્ષુક ને વેશે,
ભણતરની આ હાલત ઋષીઓના દેશે ?

કોક વિરલા હવે આ વિષચક્ર તોડો કે
દીકરો દસમામાં આવ્યો.

-- કવિ તુષાર

 
Design and Bloggerized by JMD Computer