Web Site Designing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Mobile Application Designing and Developing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
E-Commerce Website Development
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Saturday, 23 April 2022
ક્યો પતિ ખરીદું
Friday, 25 March 2022
यदि पत्नी किसी अन्य पुरूष से पुत्र प्राप्त कर ले, तो उस पर किसका अधिकार रहेगा?
Tuesday, 6 September 2016
દુશ્મની માં ખાનદાની નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ
દુશ્મની માં ખાનદાની નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ
સત્યઘટના છે: -
ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.
એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.
કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?
માણસો : કેમ કુંવરસાબ?
કુંવર : મને ભુખ બહુ લાગી છે.
માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.
કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.
આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.
એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”
કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.
ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.
કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.
કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.
પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.
પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.
ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.
એમણે ફરમાન કીધુ
કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."
પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.
જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?
પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.
જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?
પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.
ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,
અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”
આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે
તે તને માંડિ દવ છું...!"
આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય.
વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય,
આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.
ધન્ય છે...
" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "
- Dharmeshkumar Dholka (Whatsapp msg)
www.barotsamaj.blogspot.com
www.jmdcomputerindia.com
Sunday, 20 March 2016
राजपूत के नाम के पीछे सिंह क्यों लगता है
क्यों लगता है?
इस युग में राजपूत को शेर इस लिए
कहा गया है
की वो "अघोषित विजेता" है
क्योकि शेर अपने
प्रहार करने
की क्षमता शक्ति के बल पर राज
करता है उसे
किसी के चुनाव की जरुरत
नहीं पड़ती,ठीक
राजपूत
भी वही है
जो अपनी लड़ने
की क्षमता सोर्य और साहस के दम पर
विजय प्राप्त
करता है, और पुरे विश्व में एक राजपूत
कोम
ही ऐसी है जिसके नाम के
पीछे सिंह लगता हैं ..
♚ हम राजा हैं हमें शराफत से राज करने
दो.......
अगर हम महाराजा बनें तो,,.हर दुश्मन
का जीना हराम कर देगें ♚...!!!
जब हम सिंहासन पर बैठते है तो,राजा कहलाते
है !
जब हम घोङे पर सवार होते तो,
योध्दा कहलाते है !
जब हम किसी की जान बचाते
है तो, श्रत्रिय
कहलाते है!
जब हम किसी को वचन देते है
तो "राजपुत"
कहलाते है !
" मेरा कत्ल कर दो
कोई शिकवा ना होगा,
मुजे धोखा दे दो
कोई बदला न होगा,
पर अगर जो आँख उठी मेरे वतन ए
हिन्दुस्तान
पे,
तो फिर
तलवार उठेगी और फिर कोई समझौता न
होगा...!! "
हमारी शक्सियत का अंदाज़ा तुम
क्या लगाओगे गालिब..,
के हम तो कब्रीस्तान से
भी गुज़रते है तो मुर्दे
उठ
कर कहते है...
"जय माताजी जी बना"
सर पे हे केसरिया साफा '
मुख पे हे सोने सी आभा'
जब हाथ मे लेते हे' तलवार
दुनिया करती हे '
कोटि कोटि प्रणाम'
अपनी माँ के सच्चे पुत '
इसलिए कहते हमको क्षत्रिय राजपुत'
जो मचछर से डर जाता है,
उसका खून भी लाल होता है।
जो शेर से लड जाता है,
उसका खून भी लाल होता है।।
लेिकन एक अजब खून का
जलवा तो गजब पुत का होता है!!
जो मौत को भी ललकारे वो खून
राजपुत का होता है !
जमाने ने राजपूतो के उसूल तो बदल दिए"
पर
"खून और दादागिरी आज
भी वो ही है.. ।।
झुंड मे रहने वालो आजमा कर
देखना कभी हमारी छाती पर
फौलाद
भी पिघलता है।
शेर सा जिगरा है "राजपूत"
हमेसा अकेला निकलता है।
गुलामी तो हम सिर्फ अपने माँ बाप
की करते
है .!!
दुनिया के लिये तो कल भी बादशाह थे और
आज
भी..!!
राजपूत उस बारिश का नाम नही जो बरसे और
थम जाये।
राजपूत वो सूरज नही है जो चमके और
डुब
जाये।
राजपूत नाम है उस साॅस का।
जो चले तो जिंदगी और थमे तो मौत बन
जाये।...........
अभी तक हम इतने
भी मामूली नहीं हुए...."
कि.....
किसी के दिल में बसना चाहे और वो इनकार
कर
दे...."
जो मिटा सके हमारी शोहरत के पन्ने.......
वो दम किसी में कहाँ.
शूक्र है तलवारें म्यान के अन्दर है वरना.
जो टिक
सके हमारें सामने वो सर कहाँ !!!
रानी नहीं तो क्या हूआ..
यह राजा आज
भी लाखों दिलों पर राज करता हैं.!!
बंदुक और तलवार जैसै खिलेोने बाजार मे बहुत
बिकते है ।।
पर उसे चलाने का जिगर
दुिनया के किसी भी बाजार मे
नही बिकता ----->
"मदॅ" उसे लेकर पैदा होता हे.... ॥
किसी ने पुछा
राजपूत
की जनसंख्या इतनी कम
क्यों है ???
राजपूत ने उतर देते हुए कहा - यह
प्रकृति का नियम
है यदि शेरों (राजपूत)
को बढा दिया जाए
तो दुसरी प्रजातियाँ खतरे मे पड़
जाएगी ।।
कोशिश तो सब करते है, लेकिन सबको हासिल
ताज नही होता ।
शोहरत तो कोई भी कमा ले, पर
बन्ना वाला अंदाज नही होता ।
उस दिन भी कहा था
आज भी कह रहा हु...
"उम्र छोटी है लेकिन
जज्बा दुनिया को मुट्ठी में
मेरी दुश्मनी का नुकसान सह
नही पाओग.....
हथियार तो सिर्फ शौक के लिए रखा करते है,
वरना किसी के मन में खौंफ पेदा करने के लिए
तो बस "नाम"
ही काफी हे.........
लोग कहते है तुजे तेरी "
बन्ना गीरी"
एक दिन मरवायेंगी...
मैने प्यार से कहा- क्या करु ?
सबको " बन्ना गीरी
आती नही और
मेरी जाती नही !......
..सिंह का मुखोटा लगाकर कोई शेर
नहीं बनता...
भाला उठाकर कोई राणा प्रताप
नहीं बनता...
रणभूमी में पता चलता हे योद्धाओ का...
मुछो की मरोड़ी लगाने से कोई
राजपूत
नहीं बनता...
कुछ हुनर खून में होते हे सिखाये
नहीं जाते...
यु दंड बैठक लगाने से कलेजा राजपूत
का नहीं बनता..,,,,
कुँवर विकृम सिंह ठिक
- Divyarajsinh Sodha (WhatsApp Massage)
સિંહનું દાન ( ઝવેરચંદભાઈ મેઘાણી )
મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના ચાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું શીશ ઝુકાવી ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે, અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં, ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા, દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં. પરંતુ મૂળી દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા.
હળવદ અને ધ્રોલ દરબારને ચાંચોજીની ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાંચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા, હળવદ દરબારને પોતાના દસોંદી ચારણનો વિચાર આવ્યો કે દસોંદી ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે, હળવદ દરબારે દસોંદી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે, પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ.
ચારણ કહે: ભા એતો “પરમારનો વંશ હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે બાપ,
દરબાર કહે : “એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહી, અને ના પાડવી પડે.” ચારણ હા ના, હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા.
ચાંચોજી કહે: “કવિરાજ, આશા કરો.”
“બાપ ! તમથી નહિ બને.”
“શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર મારી નહિ એની ધજા ફરકે છે, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી, મારો ધણી માંડવરો અને મારી લાજ તો એની લાજ,,
" કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે."
“અન્નદાતા, મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાઈયે નથી જોઈતી, અને તમારા લાખપશાવ પણ ન ખપે, પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો,,,,"
“તમ તારે.. જે માગવું હોય તે માગો કવિરાજ ”
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :-
" અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !! "
અર્થાત: કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.
“સાવજ” આખી સભાનો અવાજ ફાટી ગયો.
હા, હા, જીવતો સાવજ ” ચારણે લલકાર કર્યો :
" જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર ! "
અર્થાત: કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કોઈ પોતાના માથાં ઉતારી આપે, પણ,, હે પરમાર, તારી પાસે હું સાવજ માગું છું.
હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી :- “ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાઈ માને છે કે ?”
પણ, ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
" ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર ! "
અર્થાત: તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવ દાન દેજે, પણ મને તે,,, હે પારકર પરમાર, સાવજ જ ખપે.
“ ગોઝારો ગઢવો ”
સભામાં સ્વર ઊઠયો, ગઢવીએ ચેાથો દુહો ગાયો,
" દોઢા રંગ તુંને દઉં, સોઢા બુદ્ધિ સાર,
મોઢે ઉજળે દે મને, પારકરા પરમાર ! "
અર્થાત: હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.
ચાંચોજીના મુખની પરની એક પણ રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું :- “ કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું.”
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : “એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !”
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : “હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !”
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : “ ચાલો, કવિરાજ, સાવજ આપું.”
પરમારના ચારણોએ બિરદાવળી ઉપાડી :
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી :
“લ્યો કવિરાજ, આ સાવજનાં દાન.”
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : “ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?”
સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !
સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે :
" ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી. "
ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !
સાવજ માથે હાથ ફેરવી મૂળી રાજ કહે : “ જાઓ, વનરાજ ! આજે પરમારો અને આ મૂળી રાજની લાજ રાખી બાપ....
” સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠયા આ તો માંડવરાજ પોતે જ આવ્યા હતા..!!
- આભાર
સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો.