Wednesday 28 February 2024

હિંદથી હલકટ ભગાવ્યા હશે.

 ખરે ટાણે ખુંખારને જગાવ્યા હશે.

તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


ગૌરવભર્યું સ્મિત કરીને.

રણક્ષેત્રની રીત ધરીને.

એણે શૂરા સમરાંગણ ચડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


છાતીના ઘા ગણશું અમે.

ત્યાં પ્રીતના મહેલ ચણશું અમે.

એને લાડ લાલઘૂમ લડાવ્યા હશે.

      તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


કેસરવર્ણી આંખ કરીને.

તિલકચોખા ભાલ ભરીને.

એણે હસતાં મુખડે વળાવ્યા હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


માં ભોમ માટે લડવાનું હોય

મારવાનું હોય કાં મરવાનું હોય.

એણે પાઠ પ્રથમ ભણાવ્યાં હશે.

     તય હિંદથી હલકટ ભગાવ્યા હશે.


જરૂર પડી તો જાતને બાળી.

સામી પડી જય ભડવાને ભાળી.

ખુદ ખાંડા પકડી ખખડાવ્યા હશે.

     તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


વીર પુરુષની વિધવા થૈ જઈશ.

ન ભાગેડુંની મને ભાર્યા કહીશ.

એણે શબ્દના શૂરાતન ચડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


છાતીના 'દેવ' સરખાં કરીશ.

પીઠના હશે 'ઘા' લાજે મરીશ.

એણે પથ્થરને પાણી પીવડાવ્યા હશે.

    તય હિંદથી હલકટ હટાવ્યા હશે.


દેવાયત ભમ્મર :-

0 comments:

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer