Saturday 19 March 2016

આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક શેરી મ્હોલ્લામાં "ઉજવાતી" હતી,
આજે પાર્ટી-પ્લોટમાં "રમાતી" થઈ ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક દિયર-ભાભીની વચ્ચે ખૂબ પ્રેમથી "ઉજવાતી" હતી,
આજે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડમાં "રમાતી" થઈ ગઈ...
ક્યારેક 'ફાગ'રૂપે "ગવાતી" હતી,
આજે ડી.જે.માં "ખોવાઇ" ગઈ..

ક્યારેક ખજુર-ધાણી-ચણા "સેવ-મમરા" સાથે "ખવાતી" હતી,
આજે "સેવ એન્વાયરમેન્ટ"
અને "સેવ વૉટર" સાથે "ચવાઈ" ગઈ...
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક અબીલ-ગુલાલ- કેશુડે "રંગાતી" હતી ,
આજે "કેમિકલના રંગોમાં "ડઘાઈ" (ડાઘવાળી) ગઈ...
ક્યારેક આગમાં "પ્રગટતી" હતી ,
આજે શબ્દોમાં ગંઠાતી થઈ ગઈ....
આ હોળી "બિચારી" થઈ ગઈ...

ક્યારેક કલમ-ખડિયા વડે ગ્રંથોમાં "વર્ણવાતી"
આજે ફેસબુક-વોટ્સએપ  પર લખાતી થઈ ગઈ.
આ હોળી "બિચારી" થઈ ગઈ !©

- Mayur Barot (WhatsApp)

0 comments:

Post a Comment

 
Design and Bloggerized by JMD Computer