Sunday 21 May 2023

શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

શ્રી શેત્રુંજય પર ટૂંક બંધાવનાર શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.

*એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.*

_*કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી હારીને આપઘાત કરવા દરિયાકિનારે ગયો, પણ રે... નસીબ! દરિયામાં ઓટનો સમય હતો એટલે ભરતીની વાટ જોતાં-જોતાં રેતીપટ પર ઊંઘ આવી ગઈ. સવારના દેવજી ઝવેરી નામના એક ભાટિયા શેઠે તેને જગાડ્યો. ભાટિયા શેઠ માનતા કે તે પોતાના નામે વેપાર કરે છે તો નફો નથી મળતો. એટલે સવારે જે પહેલો માણસ મળે તેના નામે વેપાર કરવો. એટલે કેશવજીના નામે સોદો કરવાનું વિચારી બંદર પર નાંગરેલા વહાણમાં ભરાયેલી ખજૂરનો સોદો કરવા કેશવજીને મોકલ્યો. નિર્દોષ કિશોરવયના કેશવજીએ ખજૂરનો સોદો કર્યો અને બીજા દિવસે તો ખજૂર વેચાઈ પણ ગઈ! ભાટિયા શેઠને ૮૦૦૦નો નફો થયો. ભાગીદારીના રૂપિયા ૪૦૦૦ કેશવજીને મળ્યા. ૧૯૦ વર્ષ પહેલાંની ૪૦૦૦ની અધધધ કિંમત થાય.*_

*કિશોરવયે રૂપિયા ૪૦૦૦ની માતબર રકમ કમાવી કેશવજીએ વિધવા બાને સુખમાં ઝૂલતી કરી દેવાનો પુરુષાર્થ આદર્યો. નાની વયે સમાજના મહારથી સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો. એ સમયની પ્રથા પ્રમાણે તેમનાં ત્રણેક લગ્ન યોજાયાં હતાં. પચીસ વર્ષની ઉંમરે તો નેણશીમામાની રૂની પેઢીમાં ભાગીદાર બની પેઢીનો કારોબાર હાથમાં લઈ લીધો.*

*સાહસ અને દીર્ઘદૃષ્ટા કેશવજી શેઠે ચીનના હૉન્ગકૉન્ગ બંદર અને આફ્રિકાના કેટલાક દેશોમાં પોતાની પેઢીઓ સ્થાપી ત્યારે તેમની ઉંમર હતી૧@ માત્ર ૨૮ વર્ષની.*

_*એ સમયમાં વિલિયમ નિકલની કંપની રૂના વેપાર માટે સૌથી મોટી કંપની હતી. કંપનીના ભાગીદાર જ્હૉન ફેલેમિંગો સાથે યુવાન કેશવજી શેઠે મૈત્રી કેળવી મુકાદમીનું કામ મેળવી જબરદસ્ત આવક ઊભી કરી. ચાલીસેક વર્ષની ઉંમરે નેણશીમામા સાથે ભાગીદારી સમાપ્ત કરી પોતાના પુત્રના નામે નરસિંહ કેશવજીની કંપની શરૂ કરી મબલક સફળતા મેળવી. દશા ઓશવાળ જૈન જ્ઞાતિને સુવર્ણકાળમાં લઈ ગયા.*_

_*ઈસવી સન ૧૮૬૨માં અમેરિકામાં લડાઈ ફાટી નીકળતાં રૂના ભાવ આસમાને પહોંચી ગયા. કમાવી લેવાની લાલચથી લોકોએ ગાદલાં-ગોદડાંનું રૂ પણ કાઢી વેચી દીધું. એ વર્ષે કેશવજી શેઠની પેઢી પર પૈસાનો વરસાદ વરસ્યો. બીજા લોકોની આવકમાં પણ તેજી આવી અને જાણે નાનકડું મુંબઈ વેપારનું મસમોટું કેન્દ્ર બની ગયું. એ સમયે કેશવજી શેઠ અને બીજા મિત્રોને બૅન્કિંગ સિસ્ટમ ઊભી કરવાનો વિચાર આવ્યો. પરિણામે કેશવજી શેઠે ભારતમાં બૅન્કિંગની શરૂઆત કરી. બૅન્ક ઑફ ઇન્ડિયા લિમિટેડ, બૉમ્બે ટ્રેડિંગ ઍન્ડ બૅન્કિંગ અસોસિયેશન, ઈસ્ટ ઇન્ડિયા બૅન્ક લિમિટેડ, એલ્ફિન્સ્ટન લૅન્ડ ઍન્ડ પ્રેસ કંપની વગેરે શરૂ કરી ભારતમાં બૅન્કિંગનો પાયો નાખ્યો અને દેશમાં ઉદ્યોગો શરૂ કરવાનું વાતાવરણ રચ્યું.*_

*બૅન્કિંગની શરૂઆત પછી રૂની મોટામાં મોટી પેઢીના માલિક કેશવજી શેઠે મુંબઈમાં કાપડની મિલો શરૂ કરવાનું સ્વપ્ન જોયું. પરિણામે કેશવજી શેઠ અને પુત્ર નરસિંહે કેલિકો મિલ્સ, નરસિંહ સ્પિનિંગ મિલ્સ, પ્રિન્સ ઑફ વૅલ્થ, ઍલેક્ઝાન્ડ્રા, કોલાબા મિલ ઇત્યાદિની શરૂઆત કરી. પારસી સદ્ગૃહસ્થોની ભાગીદારીમાં પણ મિલ શરૂ કરી. પરિણામે મુંબઈએ વિકાસમાં હરણફાળ ભરી. અંગ્રેજોના સમયમાં મુંબઈનો વહીવટ સરકાર તરફથી નિમાયેલી જસ્ટિસ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તેમ જ તેમના દીકરા નરસિંહ શેઠ નિમાયા હતા.*

*કેશવજી શેઠે પોતાના મિલ-કામદારો માટે ગિરગાવમાં કેશવજી નાયક ચાલીઓ બાંધી કામદારોને વિનામૂલ્યે ઘર આપી ત્યાં વસાવ્યા. અંદાજે ૧૨૫ વર્ષ પહેલાં લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણપતિની સ્થાપના આ કેશવજી નાયક ચાલમાં કરી. ત્યાં આજે પણ દર વર્ષે સાર્વજનિક ગણપતિની સ્થાપના થાય છે. આજે મુંબઈના સૌથી જૂના ગણપતિ એટલે કેશવજી નાયક ચાલના ગણપતિ કહેવાય છે.*

*સમયને પારખી કેશવજી શેઠે મુંબઈમાં બહુ મોટી જમીનો ખરીદી જમીનદાર તરીકે પ્રખ્યાત થયા. ઉમરખાડી વિસ્તાર તેમની માલિકીનો હતો. આજે જે વિસ્તાર નરસિંઘપુરા તરીકે ઓળખાય છે એ નામ તેમના પુત્ર નરસિંહ પરથી પડ્યું છે. કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના આ સાહસવીર નિકલ કંપનીના ભાગીદાર હતા. એટલે ક્લેર બંદર, મસ્જિદ બંદર, કર્ણાક બંદર, એલ્ફિન્સ્ટન બંદર ઇત્યાદિ બંદરો તેમના હસ્તકે હતા.*

Thursday 11 May 2023

સવજીભાઈ ની લાઈબ્રેરી

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.

સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ.  શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો બીજું કોણ ઓળખતું હોય ! સવજીભાઈએ નક્કી કર્યું કે લાઈબ્રેરીના સભ્ય બનવાને બદલે આપણી પોતાની જ લાઈબ્રેરી બનાવીએ. 

ઓછામાં ઓછા ખર્ચથી ઘર ચલાવે અને જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પહેરવા માટેના કપડાં પણ નવા ખરીદવાના બદલે ગુજરી બજારમાંથી લઇ આવે અને એવી રીતે જે બચત થાય એમાંથી પુસ્તકો ખરીદે. પોતે વાંચે અને બીજાને વાંચવા માટે આપે. આજે સવજીભાઈ પાસે 3000થી વધુ પુસ્તકોની અંગત લાઈબ્રેરી છે.

સવજીભાઈ હાલમાં ધોરાજીમાં રહે છે. આંખોની ઝાંખપને લીધે હીરા ઘસવાનું છૂટી ગયું અને અત્યારે મજૂરી કરીને જીવનનિર્વાહ કરે છે પણ પુસ્તકપ્રેમ ઓછો નથી થયો. પુસ્તકો રાખવા માટે સારી જગ્યા પણ નથી પતરા વાળા મકાનમાં જુના પતરાના ડબા, અનાજ ભરવાની કોઠી વગેરેમાં જુના બધા પુસ્તકો અને સમાયિકોને જીવની જેમ સાચવીને રાખે છે. આર્થિક સંકડામણને લીધે એકવખત જમવાનું છોડી શકે પણ પુસ્તક ખરીદવાનું ન છોડી શકે એવા સવજીભાઈ એમ કહે છે કે 'માણસ વાંચે એટલે વિચારે અને વિચારોથી જ સમાજમાં પરિવર્તન આવે.

2013માં જ્યારે સવજીભાઈના માતાનું અવસાન થયું ત્યારે ખેતીની મોસમ ચાલતી હતી એટલે કોઈ હેરાન ન થાય એવા ઈરાદાથી માતાના અંતિમ સંસ્કારમાં કોઈને બોલાવ્યા જ નહીં. ગામના નજીકના જે લોકો સ્મશાનમાં હાજર હતા એ બધાને હાથ જોડીને કહ્યું કે 'મારા બા જીવતા હતા ત્યારે દીકરા તરીકે મારાથી થાય એ બધી જ સેવા કરી છે એટલે એમની વિદાય પછી હવે બીજી કોઈ જ પ્રકારની વિધિઓ કરવી નથી અને કોઈનો સમય બગાડવો નથી.' મરણોત્તર વિધિઓ પાછળ થતો બિનજરૂરી ખર્ચ બંધ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો. પોતાની અંગત લાઈબ્રેરીને માતા જીવિબેન અને પિતા નાથાભાઇના નામ પરથી 'જીવનાથ પુસ્તકાલય' નામ આપીને માતા-પિતાને જ્ઞાનાંજલિ આપી.
ધોરાજીમાં સાવ સામાન્ય મકાનમાં રહેતા અને મજૂરી કામ કરતા આ જ્ઞાનપીપાસુ માણસ 'પુસ્તક તમારે દ્વાર' પ્રવૃત્તિ દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર તમને ગમતાં પુસ્તક તમારી ઘરે આપી જાય અને પુસ્તક વાંચી લો એટલે ઘરે આવીને પરત લઇ જાય. બે દિકરામાંથી એક દીકરો મનોદિવ્યાંગ છે આમ છતાં સવજીભાઈ એમ કહે છે કે હું મારા નિજાનંદમાં રહુ છું અને દીકરો એના નિજાનંદમાં રહે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આજીવન ભણતા રહેવાના સંકલ્પને વળગીને જ્ઞાનની પરબ ચલાવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

દાદા પોતે સમાજ પ્રેમી છે નિષ્ઠાવાન છે ક્યારેય કોઈ પાસે એક રૂપિયો માગતા નથી અને લેવા પણ માગતા નથી પણ જો આટલા બધા સમાજવાદી હોય તો આપણી પણ ફરજ બને છે દાદાને કંઈક આપણે યથાશક્તિ પ્રમાણે આપી અને આ આપણો વારસો કંઈક યોગ્ય રીતે જળવાઈ રહે..

સવજીભાઈનો સંપર્ક નંબર 9824003768. તેઓ સાદો ફોન વાપરે છે.

સવાલ આવડત નો છે

અમદાવાદ માં કર્ણાવતી ક્લબ પાસે ચાય વાળો અર્ધો કલાક માં ૨૦ રૂપિયા ની એક એવી ૨૦૦ ચાય વેચે છે !! અર્ધી રાત્રે ત્યાં ૧૦૦ જણા ચા પીવા ઉભેલા હોય !!! આ જોઈ લાગે કે જો મોદીજી ની લારી આવી ચાલતી હોત તો પ્રધાનમન્ત્રી જ ન બનત !! 
વોટસપ પરથી 

જોકર કે ગાંઠિયા રથ નો ગાંઠિયા નો ધંધો લાખો માં છે !! નોકરિયાતો ને તો ફ્રસ્ટેશન આવી જાય એની કમાણી જોઈ ને !! 

બોડકદેવ રોડ પર એક ગોળા વાળો છે ત્યાં મિનિમમ ૬૦ રૂપિયા ને ૮૦૦ સુધી નો ગોળો મળે છે .રાત્રે ગાડીઓ ની લાઈન લાગે છે સાચે એ લોકો ના પૈસા નું પાણી કરે છે ને પોતે પાણી માંથી પૈસા બનાવે છે !!

આતો માત્ર ઉદાહરણ છે આવા દરેક એરિયા માં હશે ને દરેક નાના મોટા શહેર માં હશે ..હવે તમે તમારા સંતાન ને બોથરા આકાશ માં લાખો રૂપિયા આપી ૧૨ ધોરણ પછી ડોક્ટર એંજીનીઅર બનાવશો ને નોકરી નહીં મળે પ્રેકટીશ નહીં ચાલે ત્યારે આજ સમાજ એમ કહેશે કે આના કરતા તો ઓલો વડાપાંવ વાળો વધુ કમાય છે !! 

ભણતર ના ભાર થી કે નિષ્ફ્ળતા ના ડર થી આપઘાત કરતા યુવા ધન ને આવા ઉદાહરણો બતાવી ભણતર કરતા સાહસ, ધન્ધો, ક્વોલિટી પૈસા કમાવી આપે છે એ સમજાવવું રહ્યું !! 

અમારે ત્યાં એક ભાજીપાંવ વાળો રોજ હજારો પાડે છે પણ બોલવા માં વાતચીત માં આપણા ઉદ્ધત નેતાઓ વિચારકો કે ડોકટરો કરતા બહુ જ વિનમ્ર ..હવે નવેસર થી વિચારવા નો સમય છે !! ૬૦ વર્ષ ટીંગાઈ ને નોકરીઓ કરવી ..કે ભજીયા, ગોળા ,ચાય ની દુકાન કરી ૬૦ વર્ષ નું ૧૬ વર્ષ માં કમાઈ લેવું !! 

ભલે બધા નથી કમાતા પણ સવાલ આવડત નો છે .સંતાન ને કેમ પૈસા કમાવવા એ જાતે નક્કી કરવા દો .લારી હોય કે દુકાન ..લક્ષ્મી આવડત ને વરે છે .

Tuesday 24 May 2022

બારોટ લક્ષણ બાર - છપૈય | Batot Lakshan BAR - Chhapaiyee

જય માતાજી
રચયિતા:- કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
 
            (બારોટ લક્ષણ બાર) 
                      (છપૈય) 

બારોટ લક્ષણ બાર, 
                        પદ શ્રેષ્ઠ ધર પરિયાગતિ. 
બારોટ લક્ષણ બાર, 
                       કરે અમર નર કીરતી. 
બારોટ લક્ષણ બાર, 
                     સભાજીત ઔર ચતુરાઇ. 
બારોટ લક્ષણ બાર, 
                   પણ ખાતીર પ્રાણ દેઈ.
મન વચન અરૂ કર્મથી મજબુત, 
                    શારદ એ રટનાર છે. 
દાન લીયે રૂ દાન દીયે, 
                   બારોટ લક્ષણ બાર છે. 

******************************

નોંધ;-  બારોટમા આ બાર પ્રકાર ના લક્ષણો હોય છે. 

(૧) ઉચ્ચ પદ પર બેસવું. 
(૨) પરિયાગતિ પાળવી -બારોટ પણું કરવું. 
(૩) નરવિરો -જજમાનની કિર્તી કરવી. 
 (૪) સભાજીત હોવું. 
 (૫) ચતુરાઇ હોવી
 (૬)પણ માટે પ્રાણ આપવા (ત્રાગું કરવું)
(૭) મન અડગ હોવું.
(૮)વચનથી ચલીત ના થવું.
(૯) કર્મ શુધ્ધ હોવું. 
(૧૦) મા સરસ્વતી નું રટણ કરવું.
(૧૧) દાન લેવું. 
(૧૨) અને દાન દેવું. 
 
કવિ જગદીશભાઈ બારોટ (મીતી) 
ના જય માતાજી.

Friday 13 May 2022

ઇતિહાસ / પૃથ્વીરાજ ટ્રેલર: મહાન યોદ્ધાની યાદોને યાદ કરવા પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટરોમાં પહોંચશે, અક્ષયકુમાર પાત્ર ભજવી રહ્યા છે. (Pruthvi Raj Film)

⚫   સમ્રાટ પૃથ્વીરાજ સિંહના રોલમાં અક્ષય કુમાર પાત્ર ભજવશે.

⚫ ફિલ્મમાં વિદેશી આક્રંતા મોહમ્મદ ગોરી સામે સમ્રાટ પુથ્વીરાજની જંગ બતાવવામાં આવશે.

ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત મહાન સદીના યોદ્ધાની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની વાર્તા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની છે, જે 12મી સદીના ભારત પર વિદેશી શક્તિઓના હુમલાઓ અને તેના પ્રતિકાર સામે ઊભા રહેલા મહાન યોદ્ધાઓમાંના એક છે. પૃથ્વીરાજસિંહ દિલ્હીના સિંહાસન પર બેસનાર છેલ્લા હિંદુ શાસક હતા. અને આજે પણ ભારત તેના નામ સાથે સમ્રાટ ઉમેરીને જ બોલે છે. તેમના પછી, 1947 સુધી દિલ્હીની ગાદી પર વિદેશી મુધલોનો કબજો હતો. તેમાં કોઈ શંકા નથી કે પૃથ્વીરાજનું ટ્રેલર ભવ્ય અને જોવાલાયક છે. તે સાબિત કરવા માટે પૂરતું છે કે ફિલ્મ સંપૂર્ણપણે સિનેમા હોલના મૂડ અનુસાર બનાવવામાં આવી છે.

2.53 મિનિટના ટ્રેલરમાં ફિલ્મના તમામ મહત્વના પાત્રોને લેવામાં આવ્યા છે. અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં છે. જ્યારે સંયોગિતાના પાત્રમાં માનુષી છિલ્લર, ચંદ્રા બરદાઈની ભૂમિકામાં સોનુ સૂદ, કાકા કાન્હા તરીકે સંજય દત્ત, જયચંદ તરીકે આશુતોષ રાણા અને મોહમ્મદ ઘોરીના પાત્રમાં માનવ વિજ છે. ટ્રેલરમાં અક્ષય, માનુષી, સોનુ સૂદ, સંજય દત્તની મજબૂત હાજરી જોવા મળે છે.

અક્ષય અને સંજય દત્તના ડાયલોગ્સ ખૂબ જ શાર્પ છે. ઈતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ જેવો કોઈ ધાર્મિક યોદ્ધા નથી. ઘોરીને હરાવવા છતાં, તેઓએ તેને જીવતો છોડી દીધો. ફિલ્મમાં અક્ષયના ઘણા સંવાદો પૃથ્વીરાજસિંહ જેવા જોવા મળ્યા છે. 12મી સદીમાં આ સંબંધે દેશના ઈતિહાસને નવો વળાંક આપ્યો. સંયોગિતા સાથેના પૃથ્વીરાજના સંબંધોને જયચંદ પચાવી ન શક્યા અને તેમણે પૃથ્વીરાજ અને દેશ સાથે દગો કર્યો. 

જોકે ફિલ્મમાં પૃથ્વીરાજના પ્રેમનો સંદર્ભ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની મૂળ વાર્તા સમ્રાટ તરીકે પૃથ્વીરાજ અને વિધર્મી ધોરી મોહમ્મદ એલિયન ફોર્સ સાથેનો તેમનો ઉગ્ર સંઘર્ષ છે. માનવ કૌલે ઘોરીનું પાત્ર ભજવ્યું છે પરંતુ ટ્રેલરમાં તેના પાત્રને ધારદાર બનાવવામાં આવ્યું નથી.

દર્શકોને પૃથ્વીરાજ પાસેથી ઘણી આશાઓ છે. ભારતીય માનસમાં સમ્રાટની હાજરી અલગ છે. સેંકડો વર્ષ થવા છતાં દેશના દરેક બાળકના મનમાં પૃથ્વીરાજની કરુણા, ન્યાય, ધર્મ અને બહાદુરીની અગણિત ગાથાઓ છે. વાક્ય રચના સાહિત્યે પૃથ્વીરાજના જીવનની દરેક ક્ષણની નોંધ કરી છે અને તેમને પેઢીઓ સુધી ભારતીય ચેતનામાં જીવંત રાખવામાં ફાળો આપ્યો છે.

હવે જોવાનું રહ્યું કે, ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ખરેખર સત્ય ઈતિહાસ રજૂ કરે છે કે પછી તેમના પાત્રો સાથે છેડછાડ કરે તે ફિલ્મ રિલીઝ થયા પછી દર્શકોને ખબર પડશે.

Source: http://hindusandeshgujarat.com/india/news/prithviraj-trailer:-audiences-will-definitely-reach-the-theaters-to-remember-the-memories-of-the-great-warrior,-akshay-kumar-is-playing-the-role./676

Saturday 23 April 2022

ક્યો પતિ ખરીદું

શહેરના બજારમાં એક બહુ મજલી દુકાન ખુલી જેનાં પર લખ્યું હતું

અહીં આપ પતિઓ ખરીદી શકો છો

સ્ત્રીઓનો એક જમાવડો ત્યાં 
જમા થવાં લાગ્યો. બધીજ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ
દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું

"પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ

 આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી 

ફક્ત એક વાર જ દાખલ થઈ શકે છે

 દુકાનમાં 6 માળ છે અને 

પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિષે લખ્યું છે

 ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે
 પરંતુ એક વાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહી
સિવાય કે બહાર જવાં માટે

એક ખુબસુરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો

પહેલા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે અને નેક છે

યુવતી આગળ વધી

બીજા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે નેક છે અને બાળકોને પસંદ કરે છે

યુવતી ફરી આગળ વધી

ત્રીજા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે અને ખુબસુરત પણ છે

આ વાંચીને યુવતી થોડી વાર માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઇએ, આગળ વધી

ચોથા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે, ખુબસુરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે

એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યાં અને વિચાર કરવા લાગી 
શું આવા મર્દ પણ આ દુનિયામાં 
હોઈ શકે

ચાલો
અહીંથી જ પતિ ખરીદી લઉં છું પરંતુ મન ન માન્યું 
એક ઓર માળ ઉપર ચાલી ગઈ

પાંચમા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે,ખુબસુરત છે ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીઓથી પ્યાર કરે છે

હવે આની અક્કલ જવાબ દેવા લાગી, તે વિચાર કરવા લાગી, આનાથી બેહતર મર્દ બીજો ક્યો હોઈ શકે ભલા 
પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું 

અને આખરી માળ તરફ કદમ વધવા લાગ્યા

આખરી માળના દરવાજા પર લખ્યું હતું આપ આ માળ પર આવવા વાળી 23338 મી સ્ત્રી છો,

આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં,

આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી એ વાતની સાબિતી દઈ શકાય કે સ્ત્રી ને પૂર્ણત સંતુષ્ટ કરવી નામુમકિન છે
અમારા સ્ટોર ની મુલાકાત બદલ આભાર

પગથિયાં બહારની તરફ જાય છે

પુન પધારવાની આવશ્યકતા નથી

સારાંશ
આજ સમાજની બધી કન્યાઓ અને વર પક્ષના પિતાઓ આ બધું કરી રહ્યાં છે હજુ સારું હજુ ઓર સારું

અને

સારું ના ચક્કરમાં લગ્નની સાચી ઉમર ખતમ થઈ રહી છે. હાથ મા મુકવાની મહેંદી ને વાળ મા મુકવી પડે

Monday 18 April 2022

हनुमान चालीसा कब लिखा गया क्या आप जानते हैं ?

हनुमान चालीसा कब लिखा गया क्या आप जानते हैं ?

 नहीं तो जानिये, 

शायद कुछ ही लोगों को यह पता होगा ?

पवनपुत्र हनुमान जी की आराधना तो सभी लोग करते हैं और हनुमान चालीसा का पाठ भी करते हैं, 

पर यह कब लिखा गया, इसकी उत्पत्ति कहाँ और कैसे हुई यह जानकारी बहुत ही कम लोगों को होगी।

बात 1600 ईस्वी की है यह काल अकबर और तुलसीदास जी के समय का काल था।

एक बार तुलसीदास जी मथुरा जा रहे थे, रात होने से पहले उन्होंने अपना पड़ाव आगरा में डाला, लोगों को पता लगा कि तुलसीदास जी आगरा में पधारे हैं।

यह सुन कर 

उनके दर्शनों के लिए लोगों का ताँता लग गया। 

जब यह बात बादशाह अकबर को पता लगी तो उन्होंने बीरबल से पूछा कि यह तुलसीदास कौन हैं ??

तब बीरबल ने अकबर को बताया कि इन्होंने ही रामचरितमानस का अनुवाद किया है।

यह रामभक्त तुलसीदास जी हैं। 

मैं भी इनके दर्शन करके आया हूँ अद्भुत और अलौकिक छवि है इनकी। 

अकबर ने भी उनके दर्शन की इच्छा व्यक्त की और कहा मैं भी उनके दर्शन करना चाहता हूँ।

बादशाह अकबर ने अपने सिपाहियों की एक टुकड़ी को तुलसीदास जी के पास भेजा और  तुलसीदास जी को बादशाह का पैगाम सुनाया कि आप लालकिले में हाजिर हों। 

यह पैगाम सुन कर तुलसीदास जी ने कहा कि मैं भगवान श्रीराम का भक्त हूँ, मुझे बादशाह और लालकिले से क्या लेना-देना और 

वे लालकिले जाने के लिए  साफ मना कर दिये। 

जब यह बात बादशाह अकबर तक पहुँची तो उसे बहुत बुरी लगी 

और बादशाह अकबर गुस्से में लाल-लाल हो गया, और उन्होंने तुलसीदास जी को जंज़ीरों से जकड़बा कर लाल किला लाने का आदेश दिया। 

हालांकि 

अकबर को यैसा नहीं करने की सलाह बीरबल ने दी, 

किन्तु अकबर नहीं माना

और तुलसीदास जी को जंजीरों से बाँध कर लाने का फरमान सुना दिया। 

तुलसीदास जी को जंजीरों से जकड़ लालकिला लाया गया तो अकबर ने कहा की आप कोई करिश्माई व्यक्ति लगते हो, कोई करिश्मा करके दिखाओ और छूट जाओ। 

तुलसीदास जी ने कहा-

मैं तो सिर्फ भगवान श्रीराम जी का भक्त हूँ कोई जादूगर नही हूँ, जो आपको कोई करिश्मा दिखा सकूँ। 

अकबर यह सुन कर और आगबबूला हो गया 

और आदेश दिया की इनको जंजीरों से जकड़ कर काल कोठरी में डाल दिया जाये।

दूसरे दिन इसी आगरा के लालकिले पर लाखों बंदरों ने एक साथ हमला बोल दिया, पूरा का किला तहस-नहस कर डाला । 

लालकिले में चारो ओर त्राहि-त्राहि मच गई, तब अकबर ने बीरबल को बुला कर पूछा कि बीरबल यह क्या हो रहा है, 

तब बीरबल ने कहा हुज़ूर मैंने आपको पहले ही आगाह किया था 

किंतु आप माने नहीं 

और आप करिश्मा देखना चाहते थे तो देखिये।

अकबर ने तुरंत तुलसीदास जी को काल कोठरी से निकलवाया। और 

जंजीरे खोल दी गई। 

तुलसीदास जी ने बीरबल से कहा मुझे बिना अपराध के सजा मिली है।

मैंने काल कोठरी में भगवान श्रीराम और हनुमान जी का स्मरण किया, 

मैं रोता जा रहा था। 

और रोते-रोते मेरे हाथ अपने आप कुछ लिख रहे थे। 

यह 40 चौपाई, 

हनुमान जी की प्रेरणा से लिखी गई हैं। 

कारागार से छूटने के बाद तुलसीदास जी ने कहा जैसे हनुमान जी ने मुझे कारागार के कष्टों से छुड़वाकर मेरी सहायता की है, उसी तरह जो भी व्यक्ति कष्ट में या संकट में  होगा और इसका पाठ करेगा, उसके कष्ट और सारे संकट दूर होंगे। 

इसको हनुमान चालीसा के नाम से जाना जायेगा।

अकबर बहुत लज्जित हुआ और तुलसीदास जी से माफ़ी मांगी और पूरी इज़्ज़त और पूरी हिफाजत, लाव-लश्कर से मथुरा भिजवाया।

आज हनुमान चालीसा का पाठ सभी लोग कर रहे हैं। 

और 

हनुमान जी की कृपा उन सभी पर हो रही है। 

और सभी के संकट दूर हो रहे हैं। 

हनुमान जी को इसीलिए "संकट मोचन" भी कहा जाता है।

ऐसी ही संस्कारित और प्रेरक पोस्ट अपने मित्रों तक भी पहुचायें, कृपया अधिक से अधिक शेयर करें।

राजपूत और मांसाहार

*राजपूत और मांसाहार*...
""""""""""""""""""""""""""""""""""
राजपूतों ने जब से मांसाहार और शराब को अपनाया तभी से मुगल से पराजित होना शुरू हुआ…
राजपूतों का सिर धड से अलग होने के बाद कुल देवी युद्ध लडा करती थी…
“एक षड्यंत्र और माँस और शराब की घातकता….”
हिंदू धर्म ग्रंथ नहीँ कहते कि देवी को शराब चढ़ाई जाये..,
ग्रंथ नहीँ कहते की शराब पीना ही क्षत्रिय धर्म है.........
ये सिर्फ़ एक मुग़लों का षड्यंत्र था हिंदुओं को कमजोर करने का !
जानिये एक सच्ची ऐतिहासिक घटना…
“एक षड्यंत्र और शराब की घातकता….”
कैसे हिंदुओं की सुरक्षा प्राचीर को ध्वस्त किया मुग़लों ने ??
जानिये और फिर सुधार कीजिये !!
             मुगल का दिल्ली में दरबार लगा था और हिंदुस्तान के दूर दूर के राजा महाराजा दरबार में हाजिर थे ।
            उसी दौरान मुगल बादशाह ने एक दम्भोक्ति की “है कोई हमसे बहादुर इस दुनिया में ?”
              सभा में सन्नाटा सा पसर गया ,एक बार फिर वही दोहराया गया !
               तीसरी बार फिर उसने ख़ुशी से चिल्ला कर कहा “है कोई हमसे बहादुर जो हिंदुस्तान पर सल्तनत कायम कर सके ??
                 सभा की खामोशी तोड़ती एक बुलन्द शेर सी दहाड़ गूंजी तो सबका ध्यान उस शख्स की और गया !
वो जोधपुर के महाराजा राव रिड़मल थे !
रिड़मल जी ने कहा, “मुग़लों में बहादुरी नहीँ कुटिलता है…, सबसे बहादुर तो राजपूत है दुनियाँ में !
                 मुगलो ने राजपूतो को आपस में लड़वा कर हिंदुस्तान पर राज किया !
कभी सिसोदिया राणा वंश को कछावा जयपुर से
तो कभी राठोड़ो को दूसरे राजपूतो से…।
बादशाह का मुँह देखने लायक था ,
ऐसा लगा जैसे किसी ने चोरी करते रंगे हाथो पकड़ लिया हो।
“बाते मत करो राव…उदाहरण दो वीरता का।”
रिड़मल ने कहा “क्या किसी कौम में देखा है किसी को सिर कटने के बाद भी लड़ते हुए ??”
बादशाह बोला ये तो सुनी हुई बात है देखा तो नही ,
रिड़मल बोले ” इतिहास उठाकर देख लो कितने वीरो की कहानिया है सिर कटने के बाद भी लड़ने की ….......!! ”
बादशाह हंसा और दरबार में बेठे कवियों की और देखकर बोला
“इतिहास लिखने वाले तो मंगते होते है । मैं भी १०० मुगलो के नाम लिखवा दूँ इसमें क्या ?
               मुझे तो जिन्दा ऐसा राजपूत बताओ जो कहे की मेरा सिर काट दो में फिर भी लड़ूंगा।”
राव रिड़मल निरुत्तर हो गए और गहरे सोच में डूब गए।
              रात को सोचते सोचते अचानक उनको रोहणी ठिकाने के जागीरदार का ख्याल आया।
              रात को ११ बजे रोहणी ठिकाना (जो की जेतारण कस्बे जोधपुर रियासत) में दो घुड़सवार बुजुर्ग जागीरदार के पोल पर पहुंचे और मिलने की इजाजत मांगी।
              ठाकुर साहब काफी वृद्ध अवस्था में थे फिर भी उठ कर मेहमान की आवभगत के लिए बाहर पोल पर आये ,,
             घुड़सवारों ने प्रणाम किया और वृद्ध ठाकुर की आँखों में चमक सी उभरी और मुस्कराते हुए बोले
              ” जोधपुर महाराज… आपको मैंने गोद में खिलाया है और अस्त्र शस्त्र की शिक्षा दी है.. इस तरह भेष बदलने पर भी में आपको आवाज से पहचान गया हूँ।
              हुकम आप अंदर पधारो…मैं आपकी रियासत का छोटा सा जागीरदार, आपने मुझे ही बुलवा लिया होता।
              राव रिड़मल ने उनको झुककर प्रणाम किया और बोले एक समस्या है , और बादशाह के दरबार की पूरी कहानी सुना दी
              अब आप ही बताये कि जीवित योद्धा का कैसे पता चले की ये लड़ाई में सिर कटने के बाद भी लड़ेगा ?
         रोहणी जागीदार बोले ,” बस इतनी सी बात..
             मेरे दोनों बच्चे सिर कटने के बाद भी लड़ेंगे और आप दोनों को ले जाओ दिल्ली दरबार में ये आपकी और राजपूती की लाज जरूर रखेंगे ”
                राव रिड़मल को घोर आश्चर्य हुआ कि एक पिता को कितना विश्वास है अपने बच्चो पर.. , मान गए राजपूती धर्म को।
              सुबह जल्दी दोनों बच्चे अपने अपने घोड़ो के साथ तैयार थे!
               उसी समय ठाकुर साहब ने कहा ,” महाराज थोडा रुकिए !!
मैं एक बार इनकी माँ से भी कुछ चर्चा कर लूँ इस बारे में।”
              राव रिड़मल ने सोचा आखिर पिता का ह्रदय है कैसे मानेगा ! अपने दोनों जवान बच्चो के सिर कटवाने को ,
              एक बार रिड़मल जी ने सोचा की मुझे दोनों बच्चो को यही छोड़कर चले जाना चाहिए।
               ठाकुर साहब ने ठकुरानी जी को कहा........
” आपके दोनों बच्चो को दिल्ली मुगल बादशाह के दरबार में भेज रहा हूँ सिर कटवाने को........ ,
दोनों में से कौनसा सिर कटने के बाद भी लड़ सकता है........ ?
आप माँ हो आपको ज्यादा पता होगा....... !
ठकुरानी जी ने कहा.......
“बड़ा लड़का तो क़िले और क़िले के बाहर तक भी लड़ लेगा पर
छोटा केवल परकोटे में ही लड़ सकता है क्योंकि पैदा होते ही इसको मेरा दूध नही मिला था। लड़ दोनों ही सकते है, आप निश्चित् होकर भेज दो”
            दिल्ली के दरबार में आज कुछ विशेष भीड़ थी और हजारो लोग इस दृश्य को देखने जमा थे।
             बड़े लड़के को मैदान में लाया गया और मुगल बादशाह ने जल्लादो को आदेश दिया की इसकी गर्दन उड़ा दो..
            तभी बीकानेर महाराजा बोले “ये क्या तमाशा है ?
              राजपूती इतनी भी सस्ती नही हुई है , लड़ाई का मौका दो और फिर देखो कौन बहादुर है ?
               बादशाह ने खुद के सबसे मजबूत और कुशल योद्धा बुलाये और कहा ये जो घुड़सवार मैदान में खड़ा है उसका सिर् काट दो…
               २० घुड़सवारों को दल रोहणी ठाकुर के बड़े लड़के का सिर उतारने को लपका और देखते ही देखते उन २० घुड़सवारों की लाशें मैदान में बिछ गयी।
           दूसरा दस्ता आगे बढ़ा और उसका भी वही हाल हुआ ,
            मुगलो में घबराहट और झुरझरि फेल गयी ,
             इसी तरह बादशाह के ५०० सबसे ख़ास योद्धाओ की लाशें मैदान में पड़ी थी और उस वीर राजपूत योद्धा के तलवार की खरोंच भी नही आई।
           ये देख कर मुगल सेनापति ने कहा.......” ५०० मुगल बीबियाँ विधवा कर दी आपकी इस परीक्षा ने अब और मत कीजिये हजुर , इस काफ़िर को गोली मरवाईए हजुर…तलवार से ये नही मरेगा…
            कुटिलता और मक्कारी से भरे मुगलो ने उस वीर के सिर में गोलिया मार दी।
               सिर के परखचे उड़ चुके थे पर धड़ ने तलवार की मजबूती कम नही करी और मुगलो का कत्लेआम खतरनाक रूप से चलते रहा।
              बादशाह ने छोटे भाई को अपने पास निहत्थे बैठा रखा था
               ये सोच कर की ये बड़ा यदि बहादुर निकला तो इस छोटे को कोई जागीर दे कर अपनी सेना में भर्ती कर लूंगा
              लेकिन जब छोटे ने ये अंन्याय देखा तो उसने झपटकर बादशाह की तलवार निकाल ली।
               उसी समय बादशाह के अंगरक्षकों ने उनकी गर्दन काट दी फिर भी धड़ तलवार चलाता गया और अंगरक्षकों समेत मुगलो का काल बन गए।
               बादशाह भाग कर कमरे में छुप गया और बाहर मैदान में बड़े भाई और अंदर परकोटे में छोटे भाई का पराक्रम देखते ही बनता था।
            हजारो की संख्या में मुगल हताहत हो चुके थे और आगे का कुछ पता नही था।
             बादशाह ने चिल्ला कर कहा अरे कोई रोको इनको..।
            एक मौलवी आगे आया और बोला इन पर शराब छिड़क दो।
            राजपूत का इष्ट कमजोर करना हो तो शराब का उपयोग करो।
             दोनों भाइयो पर शराब छिड़की गयी ऐसा करते ही दोनों के शरीर ठन्डे पड़ गए।
              मौलवी ने बादशाह को कहा ” हजुर ये लड़ने वाला इनका शरीर नही बल्कि इनकी कुल देवी है और ये राजपूत शराब से दूर रहते है और अपने धर्म और इष्ट को मजबूत रखते है।
              यदि मुगलो को हिन्दुस्तान पर शासन करना है तो इनका इष्ट और धर्म भ्रष्ट करो और इनमे दारु शराब की लत लगाओ।
             यदि मुगलो में ये कमियां हटा दे तो मुगल भी मजबूत बन जाएंगे।
                उसके बाद से ही राजपूतो में मुगलो ने शराब का प्रचलन चलाया और धीरे धीरे राजपूत शराब में डूबते गए और अपनी इष्ट देवी को आराधक से खुद को भ्रष्ट करते गए।
           और मुगलो ने मुसलमानो को कसम खिलवाई की शराब पीने के बाद नमाज नही पढ़ी जा सकती। इसलिए इससे दूर रहिये।
            माँसाहार जैसी राक्षसी प्रवृत्ति पर गर्व करने वाले राजपूतों को यदि ज्ञात हो तो बताएं और आत्म मंथन करें कि महाराणा प्रताप की बेटी की मृत्यु जंगल में भूख से हुई थी क्यों …?
            यदि वो मांसाहारी होते तो जंगल में उन्हें जानवरों की कमी थी क्या मार खाने के लिए…?
             इसका तात्पर्य यह है कि राजपूत हमेशा शाकाहारी थे केवल कुछ स्वार्थी राजपूतों ने जिन्होंने मुगलों की आधिनता स्वीकार कर ली थी वे मुगलों को खुश करने के लिए उनके साथ मांसाहार करने लगे और अपने आप को मुगलों का विश्वासपात्र साबित करने की होड़ में गिरते चले गये राजपूत भाइयो ये सच्ची घटना है और हमे राजपूत समाज को इस कुरीति से दूर करना होगा।
          तब ही हम पुनः खोया वैभव पा सकेंगे और हिन्दू धर्म की रक्षा कर सकेंगे।
🙏🏻नमन ऐसी वीर परंपरा को ।🙏🏻 
🙏🏻एक क्षत्रिय की कलम से...🙏🏻
🙏🏻जय श्री राम🙏🏻
🙏🏻जय माँ भवानी🙏🏻

सभी से निवेदन है कि वे अपने सभी परिचितों को, चाहे उनके पास Whatsapp ना हो, उन्हे मौखिक रूप से इस शर्मनाक घटना की सच्चाई से अवगत करावैं 

🙏🏻भारत माता की जय🙏🏻

*🙏🏻 सनातन धर्म जिंदाबाद 🙏🏻*🚩🚩🚩🚩🚩🚩

Friday 25 March 2022

બારોટ નું મહત્વ...!

સુત-માગધ ને રાવજી, વહીવંચા વર્તાય
વંશ-પુરાણો વાંચતા, ઈ કુળ બારોટ નું કહેવાય...

ચોવીસ રૂપે શામળો, જુગે જુદા જોવાય
પણ ચારેય જુગ માં શોભતા, ઈ કુળ બારોટ નું કહેવાય....

કોણ માને બારોટ ને તો વાંચો...

માને સુબેદાર,
ફોજદાર,
ઊમરાવ માને
માને મોટા મુત્સદ્દી ઓ,
બેઠક દરબાર હૈ,
નાગ માને
દિલ્હી પતિ શાહ માને,
માને પાતાલરાજ, 
બારોટ કો ન માને વો હીજડા ગવાર હૈ.

કારણ નોંધ- બારોટ હિજડા કે ગમાર ના હોતા નથી

વહી નુ મહત્વ.:

પુણ્ય વંત ને પરાક્રમી બારોટ વિના કોણ ભણિજે,?

તિરથ વ્રત બહુ તેજ ગુણ અવગુણ કોણ ભણીજે?

ગામ, ઠામ, કુળ, ગોત્રભેદ જુજવા કોણ ભાખે?

ભાઇ, ફુઆઈ, મોસાળ ભાણેજ, તે બારોટ વિના રીત વિગત કોણ રાખે?

દેવતા, દેવ, નૈવેદ્ય, કુળ, ચિલો, સતી, સુરધન, કોણ સુણાવે?

વરે ખરે વખાણ અને ગઈ ભુલ બારોટ ગણાવે...

બારોટો ની વહી -ચોપડા અને વંશાવળી:

   વહી એટલે લોકસંસ્કૃતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે તેમાય રાજપૂત રાજવંશ ની રાજવહીઓ તો વિક્રમજનક કહી શકાય તેટલી 30 -30 કીલો વજન વાળી રાજવહીઓ છે આ પ્રચંડ વહીઓ જ્યાં પહેલા રજવાડાનાં સમયે સ્ટેટ હતાં ત્યાં આજે પણ ક્યાંક જોવા મળે છે. 

   આજના કોમ્પ્યુટર ના યુગ માં પણ રાજપૂત સમાજમાં દીકરાનો જન્મ થાય ત્યારે કુળના બારોટ ને બોલાવી પુત્ર નું નામ ચોપડે ચડાવવામાં આવે છે, હવે તો આધુનિક યુગમાં ઘણા બારોટો કોમ્પ્યુટર પણ રાખતા થઇ ગયા છે.

  લોકવિદ્યાઓ અને લોકજીવન સાથે સંબંધ ધરાવતી એક અત્યંત મહત્વની છતાં આજસુધી ઉપેક્ષિત રહેલી સંસ્થા – કે વિદ્યાશાખા બારોટ અને બારોટી સાહિત્ય વિશે ઊંડાણથી સંશોધનાત્મક ચર્ચા થવી અત્યંત જરૂરી છે. ‘વહી’ તરીકે ઓળખાતા‚ બારોટ દ્વારા લખાયેલા વંશાનુચરિતના લક્ષણો ધરાવતા વંશાવળીના ચોપડાઓનું સામાજિક મૂલ્ય શું છે એની વિગતવાર આલોચના થવી પણ આજના વૈજ્ઞાનિક યુગમાં ખૂબ જ જરૂરી છે.આજે માનવી પોતાનાં કુળ અને મૂળ વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની ઉત્કંઠા રાખે એ સ્વાભાવિક છે‚ અને એમાં આજ સુધી દરેક જ્ઞાતિ કે વંશના જિજ્ઞાસુઓને પૂર્ણ સંતોષ થાય એવી હકીકતો નથી સાંપડી એ પણ એક હકીકત છે.

   લગભગ તમામ લોક જાતિઓનો જીવંત – પ્રમાણભૂત ઈતિહાસ સાચવતી એક સમૃદ્ધ લિખિત પરંપરા તરીકે બારોટની ‘વહી’માં જે તે જ્ઞાતિ કે જાતિની મૂળ પરંપરા‚ આદ્યપુરુષ‚ એની શાખા-પ્રશાખાઓ‚ એનું મૂળ આદ્યસ્થાન‚ એનાં કુળદેવી-દેવી દેવતા‚ સતી‚ શૂરાપૂરા‚ ગોત્ર‚ શાખા‚ પર્વ‚ ક્ષેત્રપાલ‚ ગણેશ‚ ભૈરવ‚ દેવી-દેવતાના નિવેદ‚ ગામ-ગરાસની નોંધ‚ મંગલ અમંગલ પ્રસંગો વગેરે બાબતો વંશાનુ ક્રમે નોંધાયેલી જોવા મળે.પેઢી દર પેઢી જ્ઞાતિના બારોટ પાસેથી એના વંશજોને એ ‘વહી’ મળતી રહે‚ કંઠોપકંઠ જળવાયેલી પ્રાચીન હકીકતો સાથે નવી પ્રમાણભૂત હકીકતોનું ઉમેરણ થતું રહે. એક ચોપડો જિર્ણ થતાં નવી નકલમાં આ સામગ્રીનું અવતરણ થાય. છતાં જૂનો ચોપડો પણ જાળવી રાખવામાં આવે છે. એમાં યજમાનની વંશાવળીઓની સાથોસાથ પોતે રચેલું બારોટી સાહિત્ય‚ દુહાઓ‚ છંદ‚ કવિતા‚ પદો‚ ભજનો‚ કીર્તનો‚ વૈદક અને દંતકથાઓ લોકવાર્તાઓ-ઐતિહાસિક ઘટનાઓની નોંધો વગેરે સામગ્રી પણ સચવાઈ હોય છે.

 વહીમાં નામ માંડવાની વિધિ:

લોકસમુદાયમાં – લોકસંસ્કૃતિમાં લગભગ તમામ જાતિઓની વંશાવળીઓ વહીવંચા બારોટની વહીઓમાં સચવાતી આવી છે. જેમ રામાયણ‚ શ્રીમદ્દ ભાગવત કે ભગવદ્દગીતાને આપણા જીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે સ્થાપ્યા છે તેમ વંશાવળીનો ચોપડો પણ લોકજીવનમાં પવિત્ર ધર્મગ્રંથ તરીકે પૂજનિય મનાય છે. કેટલાય સમાજમાં આ વહી પ્રથા ભુલાઇ ગઇ છે.પરંતુ રાજપૂત સમાજમાં આજે પણ બારોટનાં ચોપડે નામ મંડાવવું જન્મ‚ યજ્ઞોપવિત‚ વિવાહ કે અન્ય માંગલિક પ્રસંગ જેવો જ – બલ્કે તેનાથીયે વિશેષ એવો અવસર મનાય છે.બાજોઠ ઉપર નવી આણાંત વહુવારુની રેશમી રજાઈ પાથરી બારોટજી એની ઉપર પોતાનો ચોપડો પધરાવે. બાજોઠ સામે બારોટજીનું વિશિષ્ટ આસન હોય. ધીરે ધીરે યજમાનના સૌ કુટુંબીજનો એકઠાંથાય ને બેસી જાય. રેશમી વસ્ત્રમાં બાંધેલ ચોપડો છોડતાં પહેલાં યજમાન પાસે ચોપડાના પોટલાંનું પૂજન કરાવે‚ યજમાન પગે લાગે ને ચોપડા ઉપર શીખ મૂકે.

   પછી યજમાનના વંશના મૂળ પુરુષથી વંશાવળીનું વાંચન શરૂ થાય. જે તે વંશમાં થયેલા દાનવીરો‚ શૂરવીરો‚ સતી‚ શૂરાપુરા વગેરેની કથાઓ પણ બારોટજી દ્વારા રજૂ થાય. અને છેલ્લે જેમના નામ માંડવાના હોય તેને સામે બેસાડી બારોટજી ચાંદલો કરે‚ ને ચોપડામાં નામ માંડે. બાળકના નામ સાથે પિતાનું નામ‚ માતાનું નામ‚ માતાનાં મૉસાળનું નામ‚ કુળ‚ શાખા‚ ગોત્ર‚ ગામ ને સ્થળ-કાળ-સમય નોંધાય‚ આ સમયે જે તે ગામના અધિપતિ ગામધણી ને ગામના આગેવાનોની હાજરી પણ નોંધાય ને ચોપડામાં લખવામાં આવે.નામ મંડાયા પછી બારોટજીને શીખ પહેરામણી થાય. શીખ લઈને બારોટજી આશીર્વચનો ઉચ્ચારે છે.

   અને આ રીતે બારોટજીના ચોપડામાં નવા જન્મેલાં બાળકોના નામમંડાય. સાથોસાથ ગામમાં થયેલ શુભ-અશુભ પ્રસંગો‚ યજમાનના કુટુંબમાં થયેલ કાર્યો – પ્રસંગો‚ યાત્રા‚ કુવા – વાવ –તળાવ – મકાન બાંધકામ જમીન – મકાન ખરીદી – વેચાણ વગેરે વિગતોની નોંધણી પણ બારોટના ચોપડામાં થઈ ગઈ હોય.આજે ઈતિહાસના પ્રમાણભૂત સાધનોની ખોજ કરતી વેળા બારોટના ચોપડાઓમાંથી મળતી આવી નોંધ ખૂબ જ ઉપયોગી થઈ
 આજે અન્ય વ્યવસાયોમાં પદાર્પણ કરવાની સાથે ઘણા બધા બારોટ કુટુંબોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે.આજના જમાનામાં યજમાનો તરફથી પણ પોતાના વહીવંચા બારોટને યોગ્ય રીતે જીવન નિર્વાહ ચાલે એટલી દક્ષિણા નથી મળતી‚ માત્ર ‘વહી’ ઉપર જીવન નિર્વાહ ચલાવવો દુષ્કર છે એ પણ હકીકત છે. આમ પરસ્પર બંને છેડાઓ ધીરે ધીરે ઘસાતા રહ્યા છે.

સાંકેતિક ભાષા અને પ્રતીકાત્મકતા:

   બારોટની વહીમાનું લખાણ એટલું બધું સંક્ષિપ્તમાં અને સાંકેતિક ભાષામાં હોય કે બીજો કોઈ ઉકેલી શકે નહીં‚ અન્ય જ્ઞાતિના બારોટજી પણ ન ઉકેલી શકે એવી ગૂઢ – ગુપ્ત સંકેત યોજના એમાં હોય કારણ કે બીજા બારોટજી આગળ ઘણીવાર ચોપડો ગીરવે મૂકીને બારોટ નાણાંનો વ્યવહાર પણ કરતા હોય –આ વખતે અન્ય બારોટ પોતાના યજમાનોની વંશાવળી જાણી જાય‚ એની નકલ કરી લ્યે અને આંબા બનાવે અથવા તો શીખ લેવા જાય નહીં એની પણ તકેદારી ખાતર ચોપડાની લખાણની પદ્ધતિ ગુપ્ત રાખવામાં આવે.આગળની પેઢી કેટલામાં પાનાં ઉપર આગળ નોંધાયેલી છે તેનો સંકેત દર્શાવવા ઘણીવાર પૃષ્ઠ અંકો માટે સાંકેતિક શબ્દો પ્રયોજવામાં આવ્યાં હોય. જ્યાં નવું ગામ શરૂ થાય ને એની વંશાવળી શરૂ થાય ત્યાં ‘ઘોડો કીઆડો ; પાઘડી ; તલવાર ; વેઢ: કોરી પાંચ : ધોતિયું :’ જેવા શબ્દો લખાયા હોય એના ચોક્કસ સાંકેતિક અર્થો થતા હોય અને એ અર્થ મુજબની સંખ્યાના પાને આગળની પેઢીઓની વંશાવળી મળે એવું સૂચન એમાં હોય. તો ‘મોર પનર’ કે ‘મોર ૭’ જેવા શબ્દો આગળના પંદરમા પૃષ્ઠ ઉપર કે આગળના સાતમા પૃષ્ઠ ઉપર જુઓનો સંકેત કરતા હોય.

       આ રીતે અનેક જુદી જુદી જાતિઓની વંશાવળીઓ ધરાવતી વહીઓ બારોટ સમાજ પાસે સચવાયેલી પડી છે. એની લિપિ પણ વિશિષ્ટ વહીએ વહીએ અને વહીમાં પણ લહિયા લહિયાએ લિપિ બદલાતી રહી હોય‚ એના અક્ષર વળાંકો બદલાતા ગયા હોય‚ એમાં સંકેત ચિન્હો પણ બદલાયાં હોય આ બધી જ વિગતોનો અભ્યાસ એક સ્વતંત્ર શાખા તરીકે કરવામાં આવે અને બારોટ સમાજ તરફથી યોગ્ય સહકાર મળે તો જ આપણો વિસરતો જતો આ અમૂલ્ય વારસો (કે જેનું મૂલ્ય એને સાંચવી બેઠેલા બારોટ સમુદાયને માત્ર યજમાનો પાસેથી શીખ-દક્ષિણા પ્રાપ્ત કરવાથી વધુ નથી) સચવાય‚ લોકોને એની મહત્ત સમજાય અને તો જ સાહિત્ય‚ ભાષા‚ લિપિ‚ ઈતિહાસ‚ સંસ્કૃતિ‚ માનવવંશ ઈતિહાસ જેવા વિષયો પર પૂર્ણ પ્રમાણભૂત હકીકતો સાંપડી શકાય.

 આમ બારોટ સમાજે વિવિધ જ્ઞાતીઓનો ઇતિહાસ પોતાના વહીવંચામાં કંડારી રાખેલ છે. રાજપૂત સમાજ હંમેશા બારોટને પૂજનીય ગણે છે.

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. ક્ષત્રિયોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે 

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા
.
ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે

‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે. દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે. (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.

કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.

ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં અમારા પર દુઃખ ભંજન અેવા વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.

તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.

ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. 

એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !

મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.

આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું.

આજે તો ગુજરાત. સૌરાષ્ટ્રના લોકજીવનમાંથી ભાટ, વહીવંચા બારોટ અને એમની વાણી સાવ જ વીસરાઇ ગયા છે. તેના અવશેષરૂપે પરંપરા ક્યાંક ક્યાંક ટાબકટીકરૂપે જોવા મળે છે. લોકજાતિઓના ઇતિહાસને પોતાના જીર્ણશીર્ણ પાનાંઓમાં સાચવીને બેઠેલા વહીવંચા બારોટોના ચોપડા આજે તો પટારામાં પુરાઇને પડયા છે. ‘વહી’ એટલે ચોપડા અને ‘વંચા’ એટલે વાંચનાર. ગુજરાતમાં આપણે ભાટ-ચારણ શબ્દ વાપરીએ છીએ એટલે એવું મનાય છે કે બેય એક જ જ્ઞાતિ છે, પણ હકીકતે ચારણ અને ભાટ અર્થાત્ બારોટ બંને જુદી જુદી જ્ઞાતિઓ છે. ચારણો પોતાના બારોટને ‘દેવ’ તરીકે ઓળખે છે. ચારણો જેવી જ બીજી જ્ઞાતિ બ્રહ્મભટ્ટ બારોટોની છે. આ બારોટો વહીવંચા તરીકે ઓળખાય છે. તેઓ માનવજાતનાં જાુદાં જાુદાં કુળો અને જ્ઞાતિઓની વંશાવલીના ચોપડા રાખે છે. જૂના કાળે તેઓ દર વર્ષે પોતાના જજમાનોમાં જતા અને પરણીને સાસરે આવેલી વહુઆરુઓ અને નવાં જન્મેલાં દીકરા-દીકરિયુંના નામ નોંધીને યજમાનના કુળની વેલ્ય ચોપડા ઉપર આગળ વધારતા જતા. આવા ચોપડિયા ભાટ બારોટોની પરંપરા ભારત સિવાય તમને દુનિયાના કોઇપણ દેશમાં જોવા નહીં મળે. આ ભારતીય સંસ્કૃતિની દેન છે.

વહીવંચા બારોટ પુરાણપ્રસિદ્ધ અને પ્રાચીન જાતિ છે. જૂનાકાળે તે સૂત, મગધ, બંદીજન, દેવરૂપ, બ્રહ્મરાવ, સ્તુતિપાઠક ઇત્યાદિ નામથી ઓળખાતી. ગુજરાત ઉપરાંત ભારતના વિભિન્ન રાજ્યોમાં પથરાયેલી આ જ્ઞાતિ પંજાબ- હરિયાણામાં જગાજી, ગંગાનગર અને બિકાનેરમાં ભાટ રાજા, મારવાડમાં રાવજી, ઉ.પ્રદેશમાં રાયજી, પટિયાજી, અવધ, ગોરખપુર અને ગોંડામાં જશોધી, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહીવંચા, જોધપુર, શેખાવટી (રાજસ્થાન)માં તેઓ બડવા તરીકે અને ગુજરાત- સૌરાષ્ટ્રમાં બ્રહ્મભટ્ટ, બારોટજી, દેવ વગેરે નામથી ઓળખાય છે.
ભારતીય ઋષિઓએ આપણને જે સાંસ્કૃતિક પરંપરા અને સંસ્કારો આપ્યા છે તે પરિશુદ્ધ અને વૈજ્ઞાનિક છે. ગુરુ વશિષ્ટને એમ થયું કે હાલ જે લગ્નપ્રથા છે તે યોગ્ય નથી. એમને ગોત્રોની રચના કરવાનો વિચાર આવ્યો એટલે એમણે ઋષિ-મુનિઓ, બ્રાહ્મણો અને રાજાઓના સહકારથી બ્રાહ્મણ ઋષિના નામથી ગોત્ર શરૂ કર્યાં. આ પ્રત્યેક ગોત્રની નોંધ ભટ્ટ (ભાટ) રાખે.

દરેક ગોત્રની પરિશુદ્ધતા અને યાદી જળવાઈ રહે તે માટે ધાર્મિક ક્રિયા અને તીર્થસ્થાનોની યાત્રા પ્રસંગે ફરજિયાત ગોત્ર ઉચ્ચાર કરાવવાનું બંધારણ પ્રસ્થાપિત કર્યું. એક ગોત્રમાં સામસામે, લગ્નસંબંધ વર્જ્ય ગણાતો. વર્તમાન વિજ્ઞાન કહે છે કે નજીકના લોહીના સંબંધથી બાળકો ખોડ-ખાંપણવાળાં જન્મે છે.

 (આજે તો કહેવાતા સુધરેલા સમાજમાં પિતરાઇ ભાઈબહેનોના, બે સગી બહેનોના બાળકોના અને સગા મામા ફોઇના દીકરા દીકરીઓ વરે છે.)

‘બારોટ અસ્મિતા’ના સ્વપ્નદ્રષ્ટા શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે. પૌરાણિક કથા અનુસાર ભાટ લોકોની ઉત્પત્તિ મહાદેવના કપાળના પરસેવામાંથી થઈ છે. એમાં ઘણી પેઢીઓ પછી કાલિકાપ્રસાદ ભાટ થયા. એમને માતા કાલિકા પ્રસન્ન હતાં. માતાએ એમને કટારી આપી. આ કટારી પાસે રાખી કાલિકાપ્રસાદે ચારેય દિશામાં વિદ્યાવિજય કર્યો. ત્યારથી ભાટ કવિઓ કટારી ધારણ કરતા થયા. રાજા-મહારાજાઓના જામીનખતમાં ભાટોને સાક્ષીરૂપે લેવામાં આવતા. તેમાં કટારીનું ચિહ્ન દોરવામાં આવતું. (આમાં કોઈ પક્ષ કરારભંગ કરે તો ભાટ-બારોટ ત્રાગાં કરી બલિદાન આપતા એવાય ઘણા દાખલા નોંધાયા છે.)

આજે બ્રાહ્મણોમાં ૮૪ શાખાઓ છે. રાજપૂતોમાં ૩૬ શાખાઓ છે એમ વહીવંચા ભાટોની નવ કટારી (શાખા) ગણાય છે. કાલિકાપ્રસાદને નવ પુત્રો હતા એટલે નવ પ્રકારના ભાટ કહેવાયા. તેમની નવ કટારી આ પ્રમાણે છે ઃ ૧ દુર્ગાકટારી ૨ કમલ કટારી ૩ કમર કટારી ૪ અમર કટારી ૫ શામ કટારી ૬ બ્રહ્મકટારી ૭ રુદ્ર કટારી ૮. શ્રી કટારી અને ૯ સુંદર કટારી. વિવિધ કટારીના ભાટો ક્યાંથી ઉત્પન્ન થયા તેની વિગત બારોટના કટારી ગીતમાંથી આ પ્રમાણે સાંપડે છે.

પહેલી કટારી બ્રહ્મની તેના બ્રહ્મભટ્ટ થયા
બીજી કટારી વિષ્ણુની તેના ભોજક થયા
ત્રીજી કટારી મહેશની તેની રાણી ભાટ થયા.
ચોથી કટારી શક્તિની તેના રાવજી ભાટ થયા.
પાંચમી કટારી નાગની, તેના કંકાળી ભાટ થયા.
છઠ્ઠી કટારી છપ્પન ધાતુની તેના કૃષ્ણોત્તર થયા.
સાતમી કટારી ઇન્દ્રની તેના રૃપક ભાટ થયા.
આઠમી કટારી ચંદ્રની તેના માધવ ભાટ થયા.
નવમી કટારી સૂર્યની તેના નાગભાટ થયા.
કાલિકાપ્રસાદના દીકરા ચંડેસા ભાટ અને ચંડેશાના કરણ ભાટ થયા. 

કાવ્યશાસ્ત્રના વિદ્વાન એવા કરણ ભાટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની કાયદેસરની વંશાવળી બાંધી આપી અને બ્રહ્મભટ્ટોને વહેંચી આપી, ત્યારથી બ્રહ્મભટ્ટો વહીવંચા અથવા ચોપડિયા ભાટ ગણાયા. જૂના કાળે રાજામહારાજાઓ તરફથી ભાટોને ઇનામમાં હાથી, ઘોડા, ગામ ગરાસ મળતા. જૂના કાળે ચાર પ્રકારના વહીવંચા બારોટો હતા. નાગમગા, રાણીમગા, પહાડમગા અને સમુદ્રમગા. નાગમગા, બારોટોના યજમાન નાગદેવતા હતા. તેઓ નાગ પાસે જ માગતા. કિંવદંતી કહે છે કે નાગદેવ પ્રસન્ન થઈને તેમના પરિયાના પરિયા ખાય તેટલું ધન આપતા. તેઓ જીવનમાં એક જ વાર નાગને માગતા. રાણીમગા બારોટો રાણીવાસમાં જઈને રાણીઓ પાસે માગતા. પહાડમગા અને સમુદ્રમગા ડુંગર અને દરિયાદેવ પાસે માગતા. આજે તો આ ચારમાંથી કોઇ બારોટો પ્રગટ રહ્યા હોવાનું જાણમાં નથી, પણ જૂના દુહામાં આ વાત જણાય છે..

પહાડ મગા પણ જાણજો, નાગમગા નિરધાર,
દેવવંશી તે હોય છે કહીએ વારંવાર.
ધર્મગ્રંથો અનુસાર ચાર યુગમાં વિદ્વાન ભાટ કવિઓ થઈ ગયા છે. સતયુગમાં વેલંગ, બાલાસ અને ભીમસી, ત્રેતાયુગમાં બલિ રાજા પાસે પિંગલ અને શ્રીરામ પાસે રંપાલ, દ્વાપરયુગમાં પાંડવોના આશ્રયે સંજય અને કળિયુગમાં વિક્રમરાજા પાસે વેતાળ નામના ખ્યાતનામ ભાટ-બારોટો થઈ ગયા.

ઇતિહાસના પાનાં ઉઘાડીએ તો જણાય છે કે ભાટ-બારોટોને લોકજાતિઓ સાથે જેટલો નાતો હતો એટલો રાજરજવાડાંઓ સાથે પણ હતો. વિદ્વાન ભાટો રાજા મહારાજાઓના દરબારમાં માનભર્યું સ્થાન પામ્યા હતા. રાજા ભોજ પાસે વિદ્યામલ ભાટ, પૃથ્વીરાજ ચૌહાણ પાસે ચંદભાટ, શાહબુદ્દીન ઘોરી પાસે કેદાર ભાટ, કનોજના રાજવી જયચંદ જોડે શ્રીકંઠ ભાટ, ચંદલ પરમાર પાસે જનક ભાટ, જગદેવ પરમાર પાસે કંકાળજી ભાટ, શાલિવાહન પાસે સતાભાટ, અકબર પાસે ગંગા ભાટ, નરહરિ, મહારાણા પ્રતાપ પાસે વિજય ભાટ, લાખા ફૂલાણી પાસે હંસરાજ ભાટ સિદ્ધરાજ પાસે શંકર ભાટ, જયશિખરી પાસે ગિરધર ભાટ જેવા સમર્થ ભાટ બારોટો એમના રાજ-દરબારને શોભાવતા હતા.

જૂના કાળે ભાટ-બારોટો માત્ર રાજદરબારોની શોભારૂપ જ નહોતા પણ યુદ્ધના સમયમાં શૌર્યગીતો લલકારીને રાજાઓને પોરસ ચડાવી પરાક્રમ દ્વારા વિજયી બનાવવામાં મદદરૂપ થતા. આ બારોટોએ લોકજાતિઓના ઘરખોરડાથી માંડીને રાજવીઓની મહેલાતો સુધીના ઇતિહાસને પોતાની ‘વહીઓ’માં કડીબદ્ધ રીતે જાળવી રાખ્યો છે. વહી રાખનાર અને વાંચનાર બારોટો, લોકસંસ્કૃતિના વાહકો જ નહીં વૈતાલિકો બની રહ્યા હતા. આ ભાટ બારોટો પાસે ચારણી સાહિત્યની જેમ બારોટી સાહિત્યના સમૃદ્ધ ભંડારો હાંફતા પડયા છે. અંગ્રેજ અમલદારો ફોર્બસ, કર્નલ, ટોડ, કર્નલ વોકર અને કવિ દલપતરામ જેવા ઇતિહાસ અને સાહિત્યપ્રેમીઓએ એમનાં હૈયાંકપાટ ઉઘડાવ્યા ત્યારે સમાજને એમના મૂલ્યવાન સાહિત્ય સર્જનની ભાળ મળી. લોકજીવનનો ઇતિહાસ અને સંસ્કૃતિના સુવર્ણકણોને પારખનાર ફોર્બસ રાસમાળાની પ્રસ્તાવનામાં નિખાલસપણે નોંધે છે કે.
‘હું સરકારી અધિકાર ઉપર હતો. એ વખતે મારી પાસે એક કાગળ રજૂ કરવામાં આવ્યો. તેના ઉપર બે ભાટની સહીઓ સાથે કટારીઓના નિશાન કાઢેલાં હતાં. તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ. મેં પૂછપરછ કરવા માંડી અને ભાટ જાતિના લોકોમાંથી મને જેનો સમાગમ કરવો ઘટે તેઓનો મેં સમાગમ કર્યો. ભાટ લોકોના સાહિત્ય ભંડારની મને આ રીતે ઝાંખી થઈ. ભાટની વાતોનું જ્ઞાન મેળવવા માટે મારે કોઈ દેશી માણસની આવશ્યકતા હતી. એમાં સદ્ભાગ્યે મને કવીશ્વર દલપતરામનો ભેટો થઈ ગયો.’ પછી રાસમાળા ભા.૧ અને ૨માં, બારોટના ચોપડા, કથાઓ, ગીતો અને સાહિત્યનો ભરપેટ ઉપયોગ કરી ને એમના પ્રાણવાન સાહિત્યનો પરિચય ગુજરાતીનો કક્કો નહીં જાણનાર ફોર્બસે આપણને સૌ પ્રથમવાર કરાવ્યો.
ઝવેરચંદ મેઘાણીને તેમની શોધયાત્રા દરમ્યાન ‘રંગ છે બારોટ’ સંગ્રહની કથાઓ વિદ્વાન બારોટ અને વાર્તાકાર શ્રી જેઠાભાઈ અરજણભાઈ પાસેથી સાંપડી હતી. મેઘાણીભાઈને ભાટ-બારોટોના સાહિત્ય ઉપર સંશોધન કરવાનો સમય મળ્યો હોત તો કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલું ઘણું સાહિત્ય બચાવી લઈ શકાયું હોત. ઇકનોર (જિ.ઇટાવા)માં જન્મેલા ભાટ કવિ ગંગના સવૈયા તો આજે ય લોકજીભે રમતા જોવા મળે છે. એમાં કવિ સમજાવે છે કે માણસ માટે સૌથી બુરી ચીજ શું છે ?
બૂરો પ્રતીકો પંથ, બૂરો જંગલ કો વાસો
બૂરો પરનારી કો નેહ, બૂરો મૂરખ સો દાસો
બૂરી સૂમકી સેવ, બૂરો ભગિની ઘેર ભાઈ
બૂરી નાર કુલચ્છ, સાસ ઘર બૂરો જમાઈ
બૂરો પેટ પંપાળ બૂરો સૂરન મેં ભાગનો
કવિ ગંગ કહે અકબર સૂનો સબસે બૂરો માંગનો
ડોળિયાના ભક્તકવિ ગીગા બારોટે વર્ષાઋતુનું કેવું સુંદર વર્ણન આપ્યું છે !
મળ્યાં વાદળાં ઘઘૂંબી
કાળા મેઘવાળા ધરા માથે
ચોમાસારા સજયા,
ગર્યે સઘળા સમાઢ
વરામેલી ધરા સરે
ચડી ફોજ ઇન્દ્રવાળી
ગાઢ મેઘ ગાજ્યા
તૂટયા છપ્પનારા ગાઢ.

પૌરાણિક કાળથી ઊભી થયેલી વહીવંચાઓની પરંપરામાં દેવ, દાનવ, અને માનવના કર્તવ્ય, અકર્તવ્યની નોંધ રાખવાનું અને તેના દ્વારા પોતાની આજીવિકા રળવાનું બ્રહ્મદેવ દ્વારા જ ઠરાવવામાં આવ્યું. દરેક માણસ પોતાની ઉપજનો દસમો ભાગ બ્રહ્મરાવના સંતાનોને આપતો તેથી તેઓ દશોંદી નામે ઓળખાણા. સમય જતાં બંદીજનો ભગવાનના કથાકીર્તનમાં વળ્યા. મનુષ્યનો ઇતિહાસ અને વંશવર્ણન સુત ભાટના ભાગમાં આવ્યું અને ધર્મકથા કહેનાર સુતપુરાણી થયા. માગધ ભાટ બહુધા મનોરંજનનું કાર્ય કરતા, મધ્યકાળમાં આની કીર્તિવાન, ચતુરદિશા, યશવાન, તર્કવી, ચંડેસા, બુદ્ધિવંત, અદ્રષ્ટવી, વિજય અને હરિવંશ એમ નવ શાખાઓ થઈ, એમ શ્રી કેસુભાઈ બારોટ નોંધે છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભાટ-બારોટોની ૪૦૦ ઉપરાંત શાખો હોવાની નોંધ કનુભાઈ હરિભાઇ બારોટ (બાવળા) પાસેથી મળે છે. જેમાં મહત્ત્વની શાખો આ મુજબ છે. કનોજિયા, કચ્છવા, કલાધાર, કંકણ, કૃષ્ણોતર, કઠિયા, કટારિયા, ખીચી, ખંભાતિયા, ગઢિયા, ગુજર, ઘેલાણી, ચંડેસા, ચિત્રોડા, જાગીરદાર, જોધ્યા, નાગમગા, પારકર, પાનસેરિયા, બાગોરા, બડવા, બંદીજન, બારહઠ્ઠ, બરદાઈ, ભાસ્કર, ભાટ, મનાતર, મોલિયા, લખધીર, રેણુકા, રાવત, રાઠોડ, રનતપરિયા, રખૈયા, સોનરાજ, સોનરાત, સોઢાતર, સારંગ, સૂત, સુજાર, આણંદકા, ઉદાવત, બરદાઈ, આજોદરા, અગરાણી, મારૃ, જેસાણી, જોધા, દેવાયતકા, રાવ, રાવજી, ઘેલાણી, કંકાળી, પાલીમગા, વામગોતર, દેવલુક, ચિત્રોડા, આણંદકા વગેરે છે.
આમાંથી બધા જ બારોટો વહીવંચા નથી. કનોજિયા અથવા સિંધવા ભાટ, આંબેચા ભાટ, સોરઠિયા ભાટ, અમદાવાદી ભાટ વહીવંચા દેવ ગણાય છે. તેઓ વહી અર્થાત્ ચોપડા રાખે છે. શ્રી કાનાભાઈ ડાંગર કહે છે કે કાઠી દરબારોના ચોપડા રેણુકા શાખના બારોટ રાખે છે. ચારણોના વહીવંચા સોનારાત બારોટ છે. આયરોના બારોટ લખધીરકા શાખના છે. પરજિયા સોનીના બારોટ સાદુળકા શાખના છે. હરિજનોના બારોટ તૂરી અને ગરો છે. આમ આપણે ત્યાં દેવીપૂજકથી માંડીને વાણિયા સુધી અને હરિજનોથી માંડીને બ્રાહ્મણ સુધીની ૨૦૦ ઉપરાંત જાતિઓના વહીવંચા બારોટો છે.

વગડામાં વસવાટ કરનાર અભણ રબારી-ભરવાડોના ય વહીવંચા બારોટ છે. થાનગઢમાં વસવાટ કરતા વિજાણંદના વંશજ ૯૫ વર્ષના વયોવૃદ્ધ વહીવંચા લાભુભાઈ ભાંચળિયા છે. જાણીતા પપેટિયર મહિપત કવિનો પરિવાર પણ એક કાળે ભરવાડોના વહીવંચા તરીકે કાર્યશીલ હતો. સૌરાષ્ટ્રમાં ૨૦૦ ઉપરાંત જાતિઓનો વસવાટ જોવા મળે છે. આ બધી જ જાતિઓને પોતાના વહીવંચા બારોટો છે. અપવાદરૂપે લોહાણા, નાગર અને મેમણ આ ત્રણ જ્ઞાતિઓને પોતાના કોઇ વહીવંચા નથી એની વાત ફરી કોઇવાર.

જૂના જમાનામાં જ્યારે ઇતિહાસો લખાતા નહોતા ત્યારથી બારોટોના ચોપડા લખાતા આવ્યા છે. આ ‘વહી’ ચોપડામાં ભલે સામાજિક ઇતિહાસનું આલેખન ન હોય પણ જે તે જ્ઞાતિના કુળ અને મૂળનો દસ્તાવેજ એમાંથી સાંપડે છે. લોકસંસ્કૃતિને જાળવનારી આ પરંપરા આજે ઝડપથી લુપ્ત થવા માંડી છે. બારોટોના ભણેલા ગણેલા દીકરાઓ નોકરીધંધે લાગી જતાં તેમને ય આમાં રસ રહ્યો નથી. યજમાનો તરફથી ય બારોટોને પહેલાં જેવો ઉમળકાભર્યો આવકારો મળતો બંધ થયો છે એટલે બારોટજી બે ચાર વર્ષે આંટો આવી જાય. નવાં છોકરાંના નામ નોંધી જાય અને શીખ લઈને વિદાય થઈ જાય છે. 

જૂના કાળે વહીવંચા બારોટોની મહેમાનગતિ કેવી રીતે કરાતી તેની રસપ્રદ વાતું ફરી ક્યારેક કરશું...

પોસ્ટ મા કોઈ ભૂલ હોય કે વધુ માહિતી હોય તો જણાવી શકો

આભાર | જય માતાજી | MD Parmar - Gir

यदि पत्नी किसी अन्य पुरूष से पुत्र प्राप्त कर ले, तो उस पर किसका अधिकार रहेगा?

यदि पत्नी किसी अन्य पुरूष से पुत्र प्राप्त कर ले, तो उस पर किसका अधिकार रहेगा?

एक गाँव था , उसमें एक गरीब आदमी रहता था । उसकी शादी हो गई , दोनो आराम से रहने लगे ।

कुछ दिनों बाद वह आदमी अपनी पत्नी से बोला - मै अब बाहर व्यापार करने जा रहा हूँ , आज ही के दिन एक बरस बाद लौट आऊँगा !!! ऐसा कह कर पति चला गया ,

पति वहाँ व्यापार में व्यस्त हो गया और पत्नी यहाँ अकेली थी , पत्नी रोज सुबह नहा धोकर पैदल ही सब्जी खरीदने जाती थी ,

उसी बाजार में एक धनवान पुरूष भी रोज कार से सब्जी खरीदने आता था , वह रोज इस महिला को आते हुए देखता था , एक दिन वह पुरूष उस महिला से बोला - आओ मै आपको घर तक छोड़ दूँगा

नही ! मै चली जाऊँगी

डरो मत !! मेरा घर भी उसकी अगली गली में है, मै आपको सकुशल पहुँचा दूँगा ,

अब वह स्त्री कार में बैठ गई , उस पुरूष ने शांति विनम्रता और शालीनता के साथ उस स्त्री को उसके घर के सामने उतार कर चला गया ,

अब यह रोज का क्रम बन गया ,

एक दिन वह पुरूष उस स्त्री से स्नेह तथा आदर से बोला - आओ चाय पीकर चली जाना , स्त्री ने उसका आग्रह स्वीकार कर लिया तथा चाय पीकर चली गई , सिलसिला आगे बढ़ा भोजन भी होने लगा , उन दोनो के मध्य प्रेम उत्पन्न हो गया और परिणाम हुआ - एक सुन्दर पुत्र

अब वह स्त्री अपने पुत्र को उस पुरूष के घर ही रखती व नित्य एक बार जाकर उसे लाड़ प्यार से दूध पिला कर लौट आती

एक बरस पूरा हो गया , पति के लौट आने की तारीख़ आ गई !! पति आ गया !! अब पत्नी का ध्यान पुत्र में होने के कारण वह पति की बातों पर ध्यान न दे पा रही थी , उसे अशांत व खिन्न देखकर पति ने उससे पूछा - सच सच बता क्या हुआ ?

तब पत्नी से सब बात कह दी और पुत्र की याद आना बताया !!

पति बोला - अपना पुत्र है ! जा ले आ !!

पत्नी गई और जाकर उस पुरूष से बोली कि मेरे पति आ गये हैं और मै अपना पुत्र लेने आई हूँ ,

वह पुरूष बोला - पुत्र नही दूँगा , वह मेरा है

अब स्त्री और उसका पति दोनों पुत्र माँग रहें हैं तथा वह पुरूष पुत्र को अपने पास रखना चाहता है। मामला न्यायालय में गया । न्यायाधीश के समक्ष सबने अपने तर्क़ सुनाए।

(1) पति ने कहा - जब मेरी शादी हुई तो मेरे पास 5 एकड़ जमीन थी । मै व्यापार करने परदेश गया तथा यह कहकर गया कि जब बोवनी का समय आएगा तब मै आ जाऊँगा परन्तु यदि किसी कारण न आ पाऊँ तो तू किसी से खेत बुआ लेना , बरसात शुरू हो गई और मै न आ पाया तो मेरी पत्नी ने मेरा खेत दूसरे से बुआ लिया , अब बोने वाला व्यक्ति कह रहा है कि फसल मेरी है !! तो फसल तो खेत मालिक की ही रहेगी !! बुआई करने वाला व्यक्ति चाहे तो मजदूरी ले ले !! परन्तु फसल पर अधिकार तो खेत मालिक का ही रहेगा ।।

(2) उस पुरूष ने कहा - मै एक रोज सैर करने गया , सड़क पर मुझे एक खाली डिब्बी पड़ी मिली , मैने इधर उधर देखा - मुझे कोई डिब्बी का मालिक दिखाई न दिया , डिब्बी सुन्दर थी !

मैने डिब्बी उठा ली तथा अपने जेब से एक हीरा निकाल कर डिब्बी मे रख दिया , दूसरे दिन मुझे एक आदमी मिला , वह कहने लगा यह डिब्बी तो मेरी है !! मैने डिब्बी मे से हीरा निकाल कर अपने पास रख लिया और डिब्बी उसके मालिक को लौटा दी , अब वह आदमी कहता है कि हीरा भी मुझे दो !! हीरा तो मैने रखा था तो हीरा तो मै ही रखूँगा, उसकी डिब्बी मै वापस देने को तैयार हूँ पर हीरे का मालिक तो मै ही हूँ!!

(3) पत्नी ने कहा - जब मेरी शादी हुई तो मेरे पिता ने एक भैंस दी थी , भैंस दूध देती थी , एक दिन मेरे पास जामन नही था

( दूध को जमाकर दही बनाकर घी निकालने के लिए दूध में थोड़ा सा दही डालना पडता है उसे जामन कहते हैं)

मैने एक पड़ौसी से माँगकर जामन ले लिया तथा दूध जमा लिया फिर मैने उस दही की देखभाल की तथा मथ कर घी निकाला ! अब वह जामन देने वाला कह रहा है कि घी मेरा है !! घी तो उस का ही रहेगा जिसका दूध था !! जरा सा जामन दे देने से घी उसका कैसे हो सकता है ? वह चाहे तो जामन के पैसे ले ले ??

तीनों के अपने अपने किस्से व तर्क थे , तीनों की बात सुनकर न्यायाधीश महोदय ने सन्यास ले लिया ।

अब पुत्र किसे मिलना चाहिये ?
*है क्या जवाब किसी के पास*

Design and Bloggerized by JMD Computer