Friday, 20 October 2023

અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું

અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું. એવી દંતકથા છે કે, વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર હતો જેનું નામ અણહિલ હતું. આ અણહિલ દ્વારા દર્શાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો અને બચપણના મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું. ઇ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી એમ કુલ ૬૫૦ વર્ષો સુધી અનાહિલવાડા ગુજરાતની રાજધાની રહી હતી. અણહિલવાડ ઉપર ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજાઓએ શાસન કર્યુ હતું. સોલંકી શાસન હેઠળ ઇ.સ.૯૪૨ થી ૧૨૪૪ સુધી અનાહિલવાડા વેપાર, અલગ-અલગ હૂન્નર શીખવાનું કેન્દ્ર તેમજ સ્થાપત્ય સિદ્ઘિઓ તરીકે ઝળહળતું હતું. ૧૩મી સદીના અંતમાં વાઘેલા શાસન દરમિયાન અલાઉદીન ખિલજીના માર્ગદર્શનના આધારે ઉલુઘખાને આ શહેરને લુંટી તેનો સંપૂર્ણ નાશ કરી દીધો હતો.તળાવ રાણીની વાવથી ૫૦૦ મીટરના અંતરે ઉત્તરમાં આવેલું છે. આ તળાવ ઇ.સ. ૧૦૮૪માં બંધાવેલું છે...

Friday, 22 September 2023

સાફા અંગે રસપ્રદ માહિતી 🌹🌹

          (૧) રાજવી જયારે સાફો બાંધે ત્યારે તેનું છોગુ પગની પાનીએ સ્પશૅ કરતું હોવું જોઈએ.            (૨) તાલુકદાર કે ટીલાત સાફો બાંધે ત્યારે તેનું છોગુ ગોઠણથી નીચે હોવું જોઈએ.            (૩) ભાયાતો કે સમાજના અન્ય ભાઈઓ સાફો બાંધે ત્યારે તેનુ છોગુ ગોઠણથી ઉપર અને કમરથી નીચે હોવું જોઈએ.             (૪) રાજમાં કામ કરતા લોકો તેમજ ખવાસ, વાણંદ, સઈ, સુતાર વગેરેના સાફાનુ છોગુ કમરથી ઉપર હોવું જોઈએ.             (૫) રાજવી, તાલુકદાર, ટીલાત કે પછી સમાજના ભાયાતો ભાઈઓ જયારે ખરખરાના કામે જાય ત્યારે સફેદ સાફો અને છોગુ વાળેલું હોવું જોઈએ એટલે કે છોગાનો છેડો વાળીને સાફામાં ભરાવેલો હોવો જોઈએ. એવું કહેવાય છે કે ખરખરાના કામે જતી વ્યકિતને રામરામ ન કરાય...

Thursday, 3 August 2023

પાપ ક્યાં જાય છે?

શાસ્ત્ર માં બ્રાહ્મણ ભોજન અને બ્રાહ્મણ ને જ દાન-દક્ષિણા આપવાનો આદેશ કેમ કર્યો છે?બ્રાહ્મણ જ્યારે આપના ઘરે ભોજન કરે છે ત્યારે સ્વયં નારાયણ આપને ત્યાં ભોજન કરે છે.. વિષ્ણુ સહસ્ર માં ભગવાન નુ એક નામ આવે છે બ્રહ્મવિદ્ બ્રાહ્મણો.. એટલે કે બ્રાહ્મણ પણ મારું જ હાલતુ ચાલતુ સ્વરૂપ છે... તો સમજો કે જ્યારે બ્રાહ્મણ આપના ઘરે ભોજન કરે છે એનો મતલબ સ્વયં નારાયણ આપના ઘરે ભોજન કરે છે... હવે નારાયણ જેના ઘરે ભોજન કરે એનાં પાપ કાંઈ શેષ રહે??? બ્રાહ્મણ જેના પણ ઘરે જમે એ વ્યક્તિ નુ પાપ જમે છે.. ત્યારે એ વ્યક્તિ પાપ મુક્ત થાય છે.. અને એ જ પાપ સંધ્યોપાસના દ્વારા બ્રાહ્મણ બાળી નાંખે છે.. દાન - દક્ષિણા પણ બ્રાહ્મણ ને જ કેમ આપવા માં આવે છે... દક્ષિણા પણ સ્વયં ભગવતી છે અને યજ્ઞ સ્વયં નારાયણ છે.. દાન કે દક્ષિણા આપી ને બ્રાહ્મણ ને તમે તમારા પાપ માંથી મુક્ત કરવા માટે બંધક બનાવો છો.. બ્રાહ્મણ પોતાના પુણ્ય બેલેન્સ...

Tuesday, 1 August 2023

જવાબદાર કોણ : દીકરી કે???

તથ્ય પટેલ અત્યારે જોરદાર વિવાદમાં છે. રોજ નવા નવા રાઝ ખુલતા જાય છે અને તથ્યની નવી નવી પોલ પકડાતી જાય છે. એની ગાડીમાં ત્રણ છોકરીઓ હતી. એ પૈકીની એક છોકરી ગામડામાંથી આવે છે, પીજીમાં રહે છે અને મા-બાપને ઉલ્લુ બનાવી જલસા કરે છે. એવું મિડીયાના માધ્યમથી જાણી શકાયું અને ખુદ એનો બાપ પણ એવી કબુલાત કરે છે, કે મને એકટીવામાં જમવાનું કહી ગયેલી છોકરી જેગુઆર કારમાંથી પકડાય છે. ત્યારે આપણને સૌને આંચકો લાગે છે, કે આ શું..?? મધ્યમવર્ગીય પરિવારની દીકરી પીજીના નામે ક્યાંથી ક્યા પહોંચી ગઈ..!! સોશીયલ મિડીયામાં આ આખી ઘટના જોરદાર ટ્રોલ થઈ છે. પરંતુ અહીં પજવતો પ્રશ્ન એ છે કે દીકરીની આ મોકળાશ માટે જવાબદાર કોણ..?? આ ઘરઘરનો પ્રશ્ન છે. અને શહેરો મહાશહેરોમાં આવી હજારો છોકરીઓ ઘરથી દૂર પીજી કે રૂમ પર રહે છે. હું સારી કે સંસ્કારી છોકરીઓની વાત નથી કરતો. સારી છોકરી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે એને કોઈ તથ્ય લલચાવી...

Sunday, 21 May 2023

શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ

શ્રી શેત્રુંજય પર ટૂંક બંધાવનાર શ્રીમાન શેઠશ્રી કેશવજી નાયક ના જીવન ની ઝરમર ઈતિહાસ૨૦૦ વર્ષ પહેલાં અબડાસાના લાખણિયા ગામમાં જન્મેલો અને કોઠારા ગામમાં રહેતો કેશવજી ૧૦ વર્ષનો હતો ત્યારે તેની વિધવા મા હિરબાઈમાએ ગરીબીથી કંટાળી પોતાના ભાઈ નેણશી સવાણી સાથે મુંબઈની વાટ પકડી. થોડા સમયમાં નેણશીબાપાએ મુંબઈમાં કપાસની પેઢી શરૂ કરી અને ભણવાની સાથે કેશવજીએ મામાની પેઢી પર નામુ લખી પોતાનું અને બાનું જીવન ચલાવવા ઢીંગલા (રૂપિયા) કમાવા લાગ્યો.*એક દિવસ મામાના દીકરા જેવા જરીવાળાં કપડાં પહેરવાની જીદ લઈ બા પાસે પૈસા માગ્યા, પણ માંડ ઘર ચલાવતાં હિરબાઈમા પાસે જરીનાં કપડાં માટે પૈસા ક્યાંથી હોય? રિસાઈને કચવાતા મને કેશવજી મામાની પેઢી પર નામુ લખવા ગયો. ત્યાં કંઈક ભૂલ થતાં મામાએ ઠપકો આપ્યો અને આવેશમાં આવી નામાનાં ચોપડાં પર શાહી ઢોળીને પેઢીનાં પગથિયાં ઊતરી ગયો.*_*કેશવજી હવે જાય તો જાય ક્યાં? બાનાં દુઃખો અને પોતાની અસહાયતાથી...

Thursday, 11 May 2023

સવજીભાઈ ની લાઈબ્રેરી

ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં રહેતા સવજીભાઈ પટોળીયા ભણવામાં ખૂબ તેજસ્વી હતા. 1974-75-76 લાગ-લગાટ ત્રણ વર્ષ દુષ્કાળ પડવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી. તે સમયે સવજીભાઈ દેરડીની શેઠ હાઈસ્કુલમાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ પરિવારની પરિસ્થિતિ જોતા કામે લાગવું પડે તેમ હતું એટલે ભણવાનું પડતું મુક્યું.સવજીભાઈએ એ વખતે સંકલ્પ કર્યો કે મારે ભલે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો પણ હું શાળાએ ગયા વગર પુસ્તકો વાંચીને આજીવન ભણતો રહીશ.  શરૂઆતમાં મુંબઇ અને ત્યારબાદ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સુરતમાં લાઈબેરીના સભ્ય બનવા માટે ગયા ત્યારે ફોર્મમાં બે પ્રતિષ્ઠિત વ્યક્તિના સહી સિક્કા કરાવી લાવવાનું કહ્યું. હીરા ઘસવાનું કામ કરનારને તો...

સવાલ આવડત નો છે

અમદાવાદ માં કર્ણાવતી ક્લબ પાસે ચાય વાળો અર્ધો કલાક માં ૨૦ રૂપિયા ની એક એવી ૨૦૦ ચાય વેચે છે !! અર્ધી રાત્રે ત્યાં ૧૦૦ જણા ચા પીવા ઉભેલા હોય !!! આ જોઈ લાગે કે જો મોદીજી ની લારી આવી ચાલતી હોત તો પ્રધાનમન્ત્રી જ ન બનત !! વોટસપ પરથી જોકર કે ગાંઠિયા રથ નો ગાંઠિયા નો ધંધો લાખો માં છે !! નોકરિયાતો ને તો ફ્રસ્ટેશન આવી જાય એની કમાણી જોઈ ને !! બોડકદેવ રોડ પર એક ગોળા વાળો છે ત્યાં મિનિમમ ૬૦ રૂપિયા ને ૮૦૦ સુધી નો ગોળો મળે છે .રાત્રે ગાડીઓ ની લાઈન લાગે છે સાચે એ લોકો ના પૈસા નું પાણી કરે છે ને પોતે પાણી માંથી પૈસા બનાવે છે !!આતો માત્ર ઉદાહરણ છે આવા દરેક એરિયા માં હશે ને દરેક નાના મોટા શહેર માં હશે ..હવે તમે તમારા સંતાન ને બોથરા આકાશ માં લાખો રૂપિયા આપી ૧૨ ધોરણ પછી ડોક્ટર એંજીનીઅર બનાવશો ને નોકરી નહીં મળે પ્રેકટીશ નહીં ચાલે ત્યારે આજ સમાજ એમ કહેશે કે આના કરતા તો ઓલો વડાપાંવ વાળો વધુ કમાય છે...

Tuesday, 24 May 2022

બારોટ લક્ષણ બાર - છપૈય | Batot Lakshan BAR - Chhapaiyee

જય માતાજીરચયિતા:- કવિ જગદીશભાઈ બારોટ (મીતી)              (બારોટ લક્ષણ બાર)                       (છપૈય) બારોટ લક્ષણ બાર,                         પદ શ્રેષ્ઠ ધર પરિયાગતિ. બારોટ લક્ષણ બાર,                        કરે અમર નર કીરતી. બારોટ લક્ષણ બાર,                      સભાજીત ઔર ચતુરાઇ. બારોટ લક્ષણ બાર,                    પણ ખાતીર પ્રાણ દેઈ.મન વચન અરૂ કર્મથી મજબુત,                    ...

Friday, 13 May 2022

ઇતિહાસ / પૃથ્વીરાજ ટ્રેલર: મહાન યોદ્ધાની યાદોને યાદ કરવા પ્રેક્ષકો ચોક્કસપણે થિયેટરોમાં પહોંચશે, અક્ષયકુમાર પાત્ર ભજવી રહ્યા છે. (Pruthvi Raj Film)

⚫   સમ્રાટ પૃથ્વીરાજ સિંહના રોલમાં અક્ષય કુમાર પાત્ર ભજવશે.⚫ ફિલ્મમાં વિદેશી આક્રંતા મોહમ્મદ ગોરી સામે સમ્રાટ પુથ્વીરાજની જંગ બતાવવામાં આવશે.​ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત મહાન સદીના યોદ્ધાની ફિલ્મ 'પૃથ્વીરાજ'નું ટ્રેલર આવી ગયું છે. ફિલ્મની વાર્તા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની છે, જે 12મી સદીના ભારત પર વિદેશી શક્તિઓના હુમલાઓ અને તેના પ્રતિકાર સામે ઊભા રહેલા મહાન યોદ્ધાઓમાંના એક છે. પૃથ્વીરાજસિંહ દિલ્હીના સિંહાસન પર બેસનાર છેલ્લા હિંદુ શાસક હતા. અને આજે પણ ભારત તેના નામ સાથે સમ્રાટ ઉમેરીને જ બોલે છે. તેમના પછી, 1947 સુધી દિલ્હીની ગાદી પર વિદેશી મુધલોનો કબજો હતો. તેમાં કોઈ શંકા નથી કે પૃથ્વીરાજનું ટ્રેલર ભવ્ય અને જોવાલાયક છે....

Saturday, 23 April 2022

ક્યો પતિ ખરીદું

શહેરના બજારમાં એક બહુ મજલી દુકાન ખુલી જેનાં પર લખ્યું હતુંઅહીં આપ પતિઓ ખરીદી શકો છોસ્ત્રીઓનો એક જમાવડો ત્યાં જમા થવાં લાગ્યો. બધીજ સ્ત્રીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈદુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું"પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એક વાર જ દાખલ થઈ શકે છે દુકાનમાં 6 માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિષે લખ્યું છે ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે પરંતુ એક વાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહીસિવાય કે બહાર જવાં માટેએક ખુબસુરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યોપહેલા માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે અને નેક છેયુવતી આગળ વધીબીજા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે નેક છે અને બાળકોને પસંદ કરે છેયુવતી ફરી આગળ વધીત્રીજા માળના...
Page 1 of 1512345Next

 
Design and Bloggerized by JMD Computer