Web Site Designing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Mobile Application Designing and Developing
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
E-Commerce Website Development
Replace these every slider sentences with your featured post descriptions.Go to Blogger edit html and find these sentences.Now replace these with your own descriptions.
Monday, 4 July 2016
Sunday, 19 June 2016
Monday, 13 June 2016
KSC - કુટુંબ સુરક્ષા ચક્ર નો ઉદેશ.
KSC e Barot samaj ne sangathit karava no praytn chhe 2005 MA sthapana hal MA sabhy sankhya 305.
Sabhy fee
12varsh thi 40 varsh - 750 rs
41 thi 51 - 1500rs
Dar varshe 100 saikshanik falo
Beti vadhavo antargat 25rs sabhy dith(darek sabhy ke jemana tya dikari janme KSC tarafathi 5000rs ni fdr aj sudhi MA 15 dikari o ne 75000rs apya chhe bandhol mathi aa varshe
10th thi 12 sudhi 500rs
Collage vala vidhyarthi ne 750rs
Post graduation 1000rs shishy vruti male chhe bhandol mathi any koi kharch shiahyvruti shivay atyar sudhi padyo nathi
Dar varshe snehmilan MA darek dhoran na balako ne inam api protsahan apavama ave chhe snehmilan na kharch data dvara karava MA ave chhe
Darek paranati dikari ne chandi No sikko ane kanku pado apavama ave chhe tena Pan data chhe
Mul lic na base par chalu karelu KSC (sabhy nu mrutyu thay to kul sabhy sankhya na 100na gunak MA sahay hal MA 305 X100=30500rs male te ma hinagalaj ni daya thi Barot samaj na sangathan No paryay bani chukyu chhe ap sahu Pan KSC ma jodai samaj sangathan ne vadhu majabut banavishu
Con:
Manishbhai - 9879595998
Hareshbhai - 9825186337
Shardulbhai - 8128679942
Ap sahu tema jodav ke apana Area (maru tamaru judu nathi padato) ma Kathiyavad ma pan te vichar amal MA muki shako chho tamari madad mate saday tatpar chhiye jay hingalaj
ચંદ બરદાઈ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ચોપડા વિતરણ
ચંદ બરદાઈ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ચોપડા વિતરણ,
સંદેવ બારોટ ના હસ્તે...
વ્યસન મુક્તિ અભિયાન - રાવ પરિવાર
વ્યસન મુક્તિ ની મીટીંગ ને સફળ બનાવવા માટે વડગામ રાવ પરિવાર નો ખુબ ખુબ આભાર...
Vyasan Mukti ni miting ne safal banavva mate vadgamda rao parivar no khub khub aabhar
Sunday, 12 June 2016
Friday, 27 May 2016
Chaar Jug Na Bhaat (Barot)
Aano Ullekh Gnankosh Na BHA-8 Ane PA-74 Uperthi Pan Male Chhe
Lavang Ane Valansh Barot :- Satyug Ma Chandi Pase Hata
BhimShen Barot :- Sheshnaag Pase Hata
Panag ane Lomas Barot :- Tretayug Ma Baliraja Pase hata
janak Ane Rangpal Barot :- Raja Ram Pase Hata
Bhramar Barot :- Je Shankar Pase Hata Ane Shankar Bhagvan Ne Prashnn Karya Hata
Pingal Barot :- Jene Naag Pingal nae Chhandogy , Ane Aapde Kavita Shikhvane Je Kahiye Chhiye Ae Pingal Shasshtra lakhelu Chhe
Harshan Barot:- Jene Darek Shashtr bhanavya Chhe
Sumati Ane Vimati Barot :- Raja Janak Na Darbar Ma Hata
Sanjay Barot :- Je Pandavo Pase Hata
Vaital barot :- Je Raja Vikram Pase hata Ane Vikram Raja Na Darbar Na Nav Ratno Ma Kavi Vaital Barot Pan Hata
Vidhyamal Barot :- Raja Bhoj pase Hata
Chand Barot :- Pruthviraj Chauhan Pase Hata
Shreekanth Barot :- Kanoj Na Jay Chand Pase Hata
Janak Barot :- Chandl Parmar Pase Hata
Kankalji Barot :- jagdev parmar Pase hata
Satta Barot :- Shalivaahan Pase Hata
Narhari, Gang , Holrav Ane Karan Barot :- Akabar Pase Hata
Vijay Barot :- Rana Pratap Pase Hata
hanshRaj Barot :- Lakha Fulani Pase Hata
Lalo , Langad, Dagal , Meshan , Ane Shankar Barot :- Sidhraj pase Hata
Malvan Barot :- Je Hamir Chauhan na Darbar Ma Hata
Balvan Barot :- Jene kachh Ma Maval Sabani Ne Tya Vidhyavad Karyo Hato
Giridhar Barot :- Panchal Na Raja jayshikhri Pase Hata
अकबर पासे बीरबल पण बारोट हता तेमनु साचु नाम महेशभाण बारोट हतु
Saturday, 21 May 2016
‘આહીર’ આભીર ' ભારુયાડ' કે 'ભરવાડ 'શબ્દની ઓળખ
આહીર એટલે અહિ + ઈર એટલે અહીર જેનો અર્થ થાય છે, અહિ(નાગ)ને ધ્રુજાવનાર(ઈર) એટલે આહીર. અન્ય મત મુજબ ગુજરાતી ભાષામાં ‘ર’ પ્રત્યય સાથે રહેનાર માટે લાગતો હોય અહિ(નાગ) સાથે રહેનાર આહીર કહેવાયા. જેમ કે લોહા સાથે રહેનાર લોહાર, સોના સાથે રહેનાર સોનાર, કુંભ સાથે રહેનાર કુંભાર વગેરે. આ ઉપરાંત અહીર શબ્દ સંસ્કૃત શબ્દ ‘અહૈરી’ પરથી ઉતરી આવેલ હોય ‘અહૈરી’ એટલે શિકાર કરવો એવો તેનો અર્થ થાય છે. જોકે આ મંતવ્ય આહીર કોમની રહેણીકરણી જોતા બંધ બેસતું લાગતું નથી.
ચંદ્રવંશી રાજા નહુષ બ્રાહ્મણોથી શ્રાપિત થતા સર્પયોનીમાં પડ્યા. જ્યાં પાંચ નાગકન્યાઓ સાથે લગ્ન કરતા તેના અહીનંદ નામે મહાપ્રતાપી પુત્ર નાગલોકમાં મોટા થતા તેના વંશજો અહીર કહેવાયા.ભગવાન શ્રીકૃષ્ણે કાલીય નાગને નાથતા તથા શેષનાગના અવતાર શ્રીબલરામ સાથે તેઓ રહેતા હોય તેઓ અહીરનંદ તરીકે પણ ઓળખાય છે. આહીર શબ્દ ‘આભીર’ પરથી ઉતરી આવેલ હોવાનું પણ એક મંતવ્ય જોવા મળે છે. આભીર એટલે આભા (પ્રભાવ)ને ‘ર’નો પ્રત્યેય લગાવતા આભીર થતા ભીરૂતા વગરના નિર્ભય યદુવંશીઓ આભીર કહેવાયા.
હકીકતમાં ગોવર્ધનપૂજા વખતે આભ(વાદળ)ના દેવ ઇન્દ્રને હરાવનાર શ્રીકૃષ્ણ વિશેષ આભા (પ્રભાવ) વાળા ગણાયા. એટલું જ નહીં ઇન્દ્રના કોપરૂપે વરસતા બારેમેધની પણ પરવા ન કરનારા ગોકુળના યાદવો ભય વગરના ગણાતા આભીર ગોપ કે ભરવાડ (ગોવાળીયા) ગોપાલ તરીકે ઓળખાયા. યદુવંશી યાદવો અને નાગ પ્રજા સાથે રહેવા ઉપરાંત જરૂર જણાયે નાગ પ્રજાને યુદ્ધમાં ધ્રુજાવતા યદુવંશીઓ અહીર તરીકે ઓળખાયા હોવાની વાતને વિશેષ સમર્થન મળે છે.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદે ઇ. સ. 1937માં પ્રસિદ્ધ કરેલ સાર્થ જોડણીકોશમાં આહીર શબ્દને પુ. ગણી સંસ્કૃત શબ્દ આભીર ઉપરથી ઉતરી આવેલો ગણાવેલ છે, જેમાં આહીર એટલે ‘હીર’ વાળી કોમ કે પ્રજા ગણાવી તેનો અર્થ માં હીર(હિર નહીં) એટલે સત્વ, સંત, દૈવત, વિર્ય, પ્રેમ, હિંમત, નૂર, શાખ, રેશમ, કિંમત, પાણિ-બળ, તેજ, કીર્તિ, ક્રાંતિ વગેરે દર્શાવી આહીર શબ્દની ભવ્યતા દર્શાવી છે. જોકે આજકાલ અંગ્રેજી જોડાક્ષર ‘AHIR’ પરથી આંધળું અનુકરણ કરી ગુજરાતી બારાક્ષરી પ્રમાણે ‘આહિર’ લખનારા આહીર શબ્દની ગરિમા ન જળવાતા ગૌરવભંગ કરે છે. તેથી આવા ભૂલ ભરેલ શબ્દ પ્રયોગથી આહીર શબ્દનું ગૌરવ જળવાતું ન હોઈ ખોટી શબ્દ જોડણીથી દૂર રહેવું જોઈએ.
ગોંડલના રાજા ભગવતસિંહજીએ રચેલ ‘ભગવત્ ગો મંડળ’માં આહીર શબ્દ સંસ્કૃત ભાષાના આભીર શબ્દ ઉપરથી ઉતરી આવેલ હોવાનું ગણાવી શ્રીકૃષ્ણ સાથે મથુરાથી નીકળી પંચનદ પ્રદેશ, સિંધ થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં આવી વસેલી પ્રજા આહીર, ગોપ, ભરવાડને ગણાવેલ છે.
આભ (વાદળા)ના દેવને ધ્રુજાવી દેનારા ઇન્દ્રની અમાપ શક્તિ સામે અભય, નિર્ભય, ભીરૂતા વગરના શ્રીકૃષ્ણના આધારવાળા વ્રજવાસી ગોપ આભીર કે ભરવાડ કહેવાયા. તો કેટલાક યદુવંશી પ્રજા સમુહે લોકોથી દૂર પશુપાલન અર્થે વનવગડાઓમાં પશુઓ સાથે રાતના કે સંકટ સમયે વાડોમાં ભરાયને રહેતા તે ભારૂયાડ કે ભરવાડ (વાડમાં ભરાયને રહેતા) તરીકે ઓળખાયા હોવાનું માનવામાં આવે છે.
શ્રીમદ્ ભાગવત તથા વિષ્ણુ પુરાણ મુજબ પહાડોરૂપી વાડથી પશુઓનું રક્ષણ કરતા હોય સંભવ છે વનવગડામાં પહાડોરૂપી વાડ વચ્ચે નેસડાઓ બનાવી યદુવંશીઓ કાળક્રમે બોલચાલની(પ્રાકૃત) ભાષામાં વાડોમાં ભરાઈને રહેનારા ભરવાડ તરીકે ઓળખાયા હોય એવુ મનાય છે.
આહીર, અને ભરવાડ સામાજીક રીતે એકબીજા સાથે સામાજીક રીતે સંકળાયેલા હતા, તે અંગેનો ઐતિહાસીક પુરાવો વાળીનાથ મહાદેવ, થરા ખાતે થયેલા સમૂહ લગ્નના બારોટોના ચોપડામાં થયેલા ઉલ્લેખો પરથી જોવા મળે છે.
આભીર/ત્રૈકૂટક સંવત 1165માં વાળીનાથ થરા મુકામે બ્રાહ્યણ અને યજ્ઞની સાક્ષીએ જસરાજ ઝાઝાવડાના પ્રમુખ સ્થાને આહીર, અને ભરવાડ જ્ઞાતિએ સાથે મળી સમાજીક નિયમો બનાવી જાહેર કરવા સાથે વાળીનાથ મહાદેવ, થરામાં આહીર, અને ભરવાડે એક માંડવે સમૂહલગ્નનું આયોજન કરેલ.
આસો સંવત અગીયાર સાલ પાંસઠ સવે; માસ વૈશાખ મધે તિથિ એકાદશી તવે. રેવતી નક્ષત્ર વાર રવિ મહાજગન મંડે; એકસોને વિપ્ર આઠ ખોજ ખેડાવા ખંડે.
પંચ કર્યો પરિયાણ પાણ એમ સહુ ઓચરે; સવાસોમણ ગ્રથ ધારા પર ઝાઝો હવન ધરે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત ભાષામાં ઇસુની બારમી સદીની શરૂઆતમાં રચેલ ‘દ્દયાશ્રય’ ઇતિહાસ કાવ્યમાં વનરાજ ચાવડા વનવગડામાં ભરવાડો સાથે ઉછરી મોટો થયેલો. તથા તેના મિત્ર તરીકે અણહિલ્લ આભીર(ભરવાડ )ને તેનો મિત્ર દર્શાવેલ છે. વનરાજ ચાવડાએ સત્તા પ્રાપ્ત કરતા આભીરો અને મિત્ર અણહીલ્લ ભરવાડ નું ઋણ ચૂકવવા પોતે વસાવેલ શહેરનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. આચાર્ય જીનપ્રભસૂરીએ ઇ. સ. 1241 રચેલ ‘વિવિધતીર્થકલ્પ’ ગ્રંથમાં અણહિલપુર પાટણની સ્થાપના અંગે વનરાજ ચાપોત્કટે વિક્રમ સંવત 802માં અણહિલ્લ ગોવાળે પરીક્ષિત કરેલા પ્રદેશમાં લખારામ ગામના સ્થાન ઉપર અણહિલપુર પાટણ વસાવ્યું તેમ જણાવે છે. જયારે અણહિલપુર પાટણની સ્થાપના પછી આશરે સાડા પાંચસો વર્ષ પછી ઇ. સ. 1305માં આચાર્ય મેરૂતુંગાચાર્યએ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં રચેલા પ્રબંધચિંતામણી ગ્રંથમાં આ શહેરના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ્લને આભીર કે ગોપાળની જગ્યાએ ‘ભારૂયાડ’ કે "ભરવાડ "તરીકે વર્ણવેલો જોવા મળે છે.
આચાર્ય હેમચંદ્રસૂરિએ ઇસુની 12મી સદીની શરૂઆતમાં અણહિલ્લને આભીર, આચાર્ય જિનપ્રભસૂરિએ ઇ.સ. 1241માં અણહિલ્લને ગોવાળ અને ઇ.સ. 1305 આચાર્ય મેરૂતુંગાચાર્યએ તેને ભારૂઆડ તરીકે ઓળખાવ્યો છે. આમ આભીર, ગોવાળ , ભરવાડ કે ભારૂયાડ અંગે સંશોધન થાય તો અનેક નવી જાણકારી મળે તેમ છે.
આમ આહીર અને ભરવાડ એક જ મગ ની બે ફાડ છે આહીર અને ભરવાડ સમય નો શિકાર બની અલગ પડેલી કોમ છે
આહીર અને ભરવાડ ના રંગ રુપ બાંધણી એક મેક ને મળતી આવે છે
લેખક :
- અમરૂભાઇ રેણુકા રાજુલા (Whatsapp)
- જયંતિભાઈ આહીર
Sunday, 17 April 2016
વોટ્સએપ ગ્રુપની મગજમારી
મોબાઈલ મહાગઠબંધન ઊર્ફે વોટ્સએપ ગ્રુપની મગજમારી
હસુભાઈ વોટ્સએપ નામની બલાથી દૂર જ હતા, પણ એક દિવસ અચાનક અમારી ડીમલાઈટ સોસાયટીના સભ્યોએ “મેમ્બર્સ ચેમ્બર” નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને હસુભાઈને એમાં એડ કરવામાં આવ્યા. હસુભાઈએ મને એડ કર્યો. એમાં રોજ સવારે ધનશંકર થોકબંધ સુવિચાર મૂકતા અને રોજ રાતે બાબુ બાટલી થોકબંધ જોક્સ મૂકતા. જોકે આની એકમેકને અસર થતી નહીં. કેમ કે સુવિચારનો મારો ચાલતો હોય ત્યારે વહેલી સવારે બાબુ બાટલી સૂતો હોય અને જોક્સનો મારો ચાલતો હોય ત્યારે મોડી રાતે ધનશંકર સૂતા હોય.
વોટ્સએપ પર સોસાયટીના સભ્યોનું બે પ્રકારનું અંગ્રેજી જોવા મળતું, એક ધરાર ખોટું અંગ્રેજી અને બીજું ધરાર કોપી પેસ્ટ કરેલું સાચું અંગ્રેજી. મને સંબોધીને શાયરીઓ મોકલવામાં આવતી. ‘આ તમને ક્યાંક પોગ્રામમાં બોલવામાં કામ લાગશે’ કહીને અમુક સભ્યો સ્વરચિત કવિતા મોકલતા. જો કે ઘણીવાર ચારચાર જણાની સ્વરચિત કવિતા એકસરખી આવતી.
ધીરેધીરે હસુભાઈને ગ્રુપ બનાવવાનો ચસ્કો લાગ્યો. એમણે પોતાના સ્કૂલ કાળના મિત્રોનું ગ્રુપ બનાવવા માંડ્યું, જેઓ બાલમંદિરમાં સાથે ભણતા તેઓનું ‘બાલમંદિર બ્રિગેડિયર’ ગ્રુપ બન્યું, જેઓ સ્કૂલમાં સાથે હતા એમનું ‘આઉટ સ્ટેંડીંગ સ્ટુડટ્સ’ગ્રુપ બનાવ્યું. (અર્થાત કાયમ ક્લાસની બહાર ઊભા હોય એવા વિદ્યાર્theeo, પરણેલાઓનું એક ગ્રુપ બનાવ્યું, એને નામ આપ્યું, ‘યારા સમદુખિયારા’.
સોસાયટીના ફ્લેટ હોલ્ડર્સના ‘મેમ્બર્સ ચેમ્બર’ગ્રુપમાં સોસાયટીની બહેનોને એડ કરવામાં ન આવ્યા એટલે રોષે ભરાઈને હેમાબેને ‘કૂક- ડે- કૂક’ગ્રૂપ બનાવ્યું. એમાં રોજ સવારે બહેનો એક્બીજીને પૂછતી,“આજે શું બનાવ્યું?” બધા પહેલો જવાબ એ આપતાં “રોજ ને રોજ શું બનાવવાનું?” પછી તો એનું શોર્ટ ફોર્મ પ્રચલિત થઈ ગયું, “આર એન આર એસ બી!” પછી હેમાબેન લખે, “લેફ્ટ ઓવર” (બચેલું) અથવા “લેફ્ટ ઓન વર” અર્થાત વર પર છોડ્યું. (રસોઈ પસંદ કરવાનું કે રસોઈ બનાવવાનું તે સૌએ પોતાની રીતે સમજવું). કોઈ એક લખતી કે“ગોઈંગ આઉટ ફોર ડીનર” અને બાકીના ‘નર’ને ઘોંચપરોણા શરૂ થઈ જતાં.
બીજું બહેનોએ “કામવાળી લાઈવ સ્ટેટસ”નામનું ગ્રુપ બનાવ્યું. કામવાળી મંજુ પાંચ ફ્લેટમાં કામ કરતી. સૌથી પહેલાં રમાબેનને ત્યાં આવે,એટલે રમાબેન અપડેટ કરે, “મંજુ મહારાણી અરાઈવ્ડ હાફ અવર લેટ”. પછી દસ વાગ્યે જાસ્મીનબેન એમને મેસેજ કરે “અલી રમા, સેંડ હર અર્લી.” જાસ્મીનનું ઘર છોડે એટલે જાસ્મીન સામેના એપાર્ટમેંટ પરથી મેસેજ લખે, “@હેમાબેન,મંજુ મહારાણી લેફ્ટ” હેમાબેન માથુ ખંજવાળતું સ્માઈલી મૂકે. “નોટ અરાઈવ્ડ યેટ” એટલે ઉપરના માળેથી ચંપાબેન લખે, “વોચિંગ ફ્રોમ બાલ્કની,બેનબા ઈઝ on the way”. એટલે હેમાબેન ત્રીજા માળે કામ કરતી વોચમેનની વાઈફની શેઠાણી શાંતાબેનને લખે “સેંડ યોર મેઈડ ટુ બાલ્કની "આખરે કામવાળીએ જિદ કરી કે કાં તો મને ગ્રુપમાં એડ કરો કાં આખું ગ્રુપ ડિલિટ કરો.
એટેંશન સીકીંગ શાંતિભાઈએ સોસાયટીના પોતાનું “શાંતિભાઈ ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું અને તમામ 33 ફ્લેટ હોલ્ડરને એડ કરી દીધા. એટલે બાબુ બાટલી અને ધનશંકરે પણ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવ્યું. ધીરેધીરે સોસાયટીના દરેક સભ્ય એ પોતાનું “ફેન્સ એંડ ફોલોઅર્સ” ગ્રુપ બનાવી દીધું. દરેક્માં 33 સભ્યો હતા, કોઈ કોઈને શરમમાં ના ન પાડી શકે. ગ્રુપમાંથી નીકળી જાય એટલે ખોટું લાગે. કોઈપણ નવો મેસેજ ફરતો થાય એટલે દરેક પોતાના ગ્રુપમાં મૂકી દેતો અને બાકીના બત્રીસને નોટિફિકેશનની ઘંટી વાગતી.
આખરે હસુભાઈ હિંમત કરીને “કાન્ટ હેંડલ સો મેની ગ્રુપ્સ” કરીને બધા ગ્રુપમાંથી નીકળી ગયા. એમને જોઈ હું પણ બધાં ગ્રુપમાંથી નીકળી ગયો, પણ ઘણાં દિવસોથી મિનિટે મિનિટે નોટીફિકેશન જોવાની ટેવ પડેલી તે હવે સૂનુ સૂનું લાગવા માંડ્યું.
આખરે હસુભાઈએ પોતે ‘ડીમલાઈટ સોસાયટી ઈંટેલિજંટ મેમ્બર ચેમ્બર’ ગ્રુપ બનાવ્યું. એમાં અમે બે જ છીએ. અમને બન્નેને લાગે છે ગ્રુપનું નામ 50 ટકા તો સાચુ જ છે. હસુભાઈ એ ગ્રુપમાં આખા જગતને ગાળો આપે એટલે મેં કંટાળીને લખ્યું, “નખ્ખોદ જજો કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોનું!” (કેમ કે, વોટ્સએપની શોધ (કે સ્થાપના) કોઉમ અને બ્રાયન એક્ટન નામના માણસોએ કરી હતી.)
આ જાણીને હસુભાઈ બોલ્યા, “મોદીજી ઝુકરબર્ગને મળ્યા એના બદલે મોદીજીએ આ બન્નેને મળીને કહેવું હતું કે સ્પેશ્યલ કેસ તરીકે 125 કરોડ દેશવાસીઓને એડ કરી શકાય એવું “મન કી બાત”નામનું ગ્રુપ બનાવી આપે. એકસાથે એક્સો પચ્ચીસ કરોડ નોટીફિકેશન સંભળાય એટલે બાજુમાં પાકિસ્તાનવાળાને લાગે કે અણુબોમ્બ ફૂટ્યો!”
- ભદ્રેશભાઈ બારોટ (Whatsapp)