Sunday 25 September 2016

परम पूज्य ,रामायण-रसिक संतश्री मुरारीबापू जी

परम पूज्य ,रामायण-रसिक संतश्री मुरारीबापू जी के जन्म दिवस की शुभकामनाएँ

25 સપ્ટેમ્બર, 1946ના રોજ મહવા નજીક તલગારજરડા- સૌરષ્ટ્રમા વૈષ્ણવ પરિવારમાં જન્મેલા મોરારી બાપૂનો જન્મ થયો. પિતા પ્રભુદાસ હરિયાળી અને  દાદાજી ત્રિભુવનદાસનો રામાયણ પ્રત્યે અસીમ પ્રેમ હતો. તલગાજડાથી મહુવા તેઓ ચાલતા શિક્ષણ  મેળવાવા જતા હતા. 5 મીલના આ રસ્તામાં તેમણે દાદાજી દ્વારા બતાવવામાં આવેલ 5 ચોપાઈઓ રોજ યાદ કરવી પડતી હતી. આ નિયમને કારણે તેમને ધીરે ધીરે સંપૂર્ણ રામાયણ મોઢે થઈ ગયુ.

દાદાજીને જ બાપૂએ પોતાના ગુરૂ માની લીધા હતા. 14 વર્ષની વયે જ બાપૂએ પહેલીવાર તલગાજરડામાં ચૈત્રમાસ 1960માં એક મહિના સુધી રામાયણ કથાનો પાઠ કર્યો. વિદ્યાર્થી જીવનમાં તેમનુ મન અભ્યાસમાં ઓછુ, રામકથામાં વધુ રમવા લાગ્યુ હતુ. પછી તેઓ મહુવાની એ જ પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા, જ્યાં તેમણે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ પાછળથી તેમણે આ કાર્ય છોડવું પડ્યુ કારણ કે તેઓ રામાયણ પાઠમાં જ એટલા મગ્ન થઈ ચૂક્યા હતા કે તેમને બીજા કાર્યો માટે સમય જ નહોતો મળતો.

મહુવા છોડ્યા પછી 1966માં મોરારી બાપૂએ 9 દિવસની રામકથાની શરૂઆત નાગબાઈના પવિત્ર સ્થળ ગોઠિયામાં રામફલકદાસજી જેવા ભિક્ષા માંગનાર સંતની સાથે કરી. તે દિવસોમાં બાપુ ફક્ત સવારે કથાનો પાઠ કરતા હતા અને બપોરે ભોજનની વ્યવસ્થામાં લાગી જતા. હૃદયના મર્મ સુધી પહોંચાવનારી રામકથાને આજે બાપૂને બીજા સંતોથી વેગળા રાખ્યા છે.

મોરારી બાપૂના લગ્ન સાવિત્રીદેવી સાથે થયા. તેમને ચાર બાળકો છે જેમા ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે. પહેલા તો પરિવારના પોષણને માટે રામકથાથી મળનારુ દાન સ્વીકારી લેતા હતા. પરંતુ જ્યારે આ ધન વધુ પ્રમાણમાં મળવા લાગ્યુ તો તેમણે નિર્ણય કર્યો કે તેઓ કોઈ પણ પ્રકારનું દાન નહી સ્વીકારે. આ નિયમ  તેઓ આજ સુધી નિભાવી રહ્યા છે.

મોરારી બાપૂ દર્શનના પ્રદર્શનથી પ્રદર્શનના દર્શનથી ઘણા દૂર છે. કથા કરતી વખતે તેઓ ફક્ત એક જ સમય ભોજન કરે છે. તેમને શેરડીનો રસ અને બાજરીનો રોટલો વધુ પસંદ છે. સર્વધર્મસંભાવના નારા પર ચાલનારા મોરારીબાપુની ઈચ્છા રહે છે કે કથા દરમિયાન તેઓ એક વારનુ ભોજન કોઈ દલિતને ઘરે જઈને કરે અને ઘણી વખત તેમણે આવુ કર્યુ પણ છે.
બાપુએ જ્યારે મહુવામાં પોતાના તરફથી 1008 રામ પારાયણ પાઠ કરાવ્યો તો પૂર્ણાહિતિ સમય હરિજન ભાઈઓને આગ્રહ કર્યો કે તેઓ નિ:સંકોચ મંચ પર આવે અને રામાયણની આરતી ઉતારે. ત્યારે દોઢ લાખ લોકોની ધર્મભીરુ ભીડમાંથી કેટલાકે વિરોધ પણ કર્યો અને કેટલાક સંત તો ઉઠીને જતા રહ્યા, પરંતુ બાપૂએ હરિજનો પાસેથી જ આરતી ઉતારડાવી.
સૌરાષ્ટ્રના એક ગામમાં બાપૂએ હરિજનો અને મુસલમાનોને મહેમાન બનાવીને રામકથા પાઠ કર્યો. તેઓ એ બતાવવા માંગતા હતા કે રામકથાના હકદાર મુસલમાન અને હરિજન પણ છે. બાપૂની નવ દિવસીય રામકથાનો ઉદ્દેશ્ય છે -ધર્મનો ઉત્થાન, તેમના દ્વારા સમાજની ઉન્નતિ અને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિના પ્રત્યે લોકોની અંદર જ્યોતિ જગાવવાની તીવ્ર ઈચ્છા.
મોરારી બાપૂના ખભા પર રહેનારી -કાળી શાલ- ને વિશે અનેક ધારણાઓ પ્રચલિત છે. એક ધારણા એ પણ છે કે કાળી કામળી હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ ધરી છે. કેટલાક લોકોનુ માનવુ છે કે આ કાળી શાલ જૂનાગઢના એક સંતે તેમને આપી છે. પરંતુ મોરારી બાપુનુ કહેવુ છે કે આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે ન તો કોઈ ચમત્કાર. મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે, તે મને ગમે છે તેથી જ હુ આ શાલને ખભા પર નાખી મુકુ છુ.

કોઈપણ ધાર્મિક અને રાજનીતિક વિવાદોથી દૂર રહેનારા મોરારી બાપૂને અંબાણી પરિવારમાં વિશેષ સન્માન આપવામાં આવે છે. સ્વ ધીરુભાઈ અંબાણીએ જ્યારે જામનગર પાસે  ખાવડી નામના સ્થળે રિલાયંસની ફેક્ટરીનો શુભારંભ કર્યો હતો ત્યારે મોરારી બાપુની કથાનું આયોજન રાખ્યુ હતુ, ત્યારે તેમણે ધીરુભાઈને પ્રશ્ન કર્યો હતો કે લોકો આટલી દૂરથી અહીં કામ કરવા આવશે તો તેમના ભોજનનું શુ ? બાપૂની ઈચ્છા હતી કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીયોને એક સમયનુ ભોજન આપે ત્યારથી રિલાયંસમાં એક સમયનુ ભોજન આપવાની શરૂઆત થઈ. જે આજ સુધી કાયમ છે.

આજે ન જાણે કેટલા લોકો છે જે બાપુના ભક્ત થઈ ગયા છે કે તેમની પાછળ-પાછળ દરેક કથામાં પહોંચી જાય છે. આજના સમયમાં જે સાચા માર્ગદર્શકની જરૂરિયાત અનુભવાઈ રહી છે, તેમાં સૌથી પહેલા મોરારી બાપૂનુ નામ જ જીભ પર આવી જાય છે, જે સામાજિક મૂલ્યોની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનો અલખ જગાવી મૂક્યો છે.

जय सियाराम

JMD Computer

Sanket Barot

Mo. 9825892189

Email: support@jmdcomputerindia.com

Saturday 10 September 2016

Kheralu Suryanarayan Mandir (Sun Temple ) Pratishtha - 10-09-2016

Tuesday 6 September 2016

દુશ્મની માં ખાનદાની નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ

દુશ્મની માં ખાનદાની નું  ઉત્કૃષ્ઠ ઉદાહરણ

સત્યઘટના છે: -

ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?

માણસો : કેમ કુંવરસાબ?

કુંવર : મને ભુખ બહુ લાગી છે.

માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.

કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.

આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.

એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”

કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.

ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.

એમણે ફરમાન કીધુ
કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."

પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?

પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.

જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?

પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”

આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે
તે તને માંડિ દવ છું...!"

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય.
વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય,
આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.

ધન્ય છે...

" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "

- Dharmeshkumar Dholka (Whatsapp msg)

www.barotsamaj.blogspot.com

www.jmdcomputerindia.com

 
Design and Bloggerized by JMD Computer