Wednesday 5 January 2022

બારોટ ના ચોપડા એ ગુગલ ને પાછળ છોડ્યું ??

ગુજરાત ના ભરૂચ ના ઝાડેસ્વર ના વહીવંચા બારોટ નો 410. પાનાંનો ચોપડો ખુલ્યો. હતો જેમાં ગામની 750. વર્ષ જૂની વંશાવળી ફરી જીવંત થઈ જો વાત કરવામા આવે તો વિક્રમ સવંત 13થી અત્યાર સુધી ની 250. ઘરોના લેઉઆ પાટીદાર લોકોની વંશાવળી બારોટ ના ચોપડા માં કેદ હતી જેમાં લોકોને કુળ. ગૌત્ર. મૂળ પરવ સહિત ની તમામ માહિતી બારોટ પાસે અકબંધ હોય છે જેમાં વૈદિકકાળથી ચાલી આવતી પેઢી દર પેઢી વંશાવળી ની પરંપરા આધુનિક યુગમાં જોવા મળી હતી જે લુપ્તતાના આરે આવીને ઉભી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ ના ઝાડેસ્વર ગામના 250 પરિવારનો 750. વર્ષ જૂનો ઇતિહાસ. પરંપરા રીતિ રિવાજ. કુળ. ગૌત્ર. અને વંશાવળી નો ચોપડો 47 વર્ષ બાદ ફરી ગામમાં અમદાવાદ ના કનુભાઈ પરસોતમ ભાઈ બારોટ આવી પહોંચતા ખુલ્યો હતો .જેમાં અખિલ વિશ્વ વંશાવળી વહીવંચા બરોટના ઝાડેસ્વર ગામના 410 પાનાના ચોપડા મુજબ ભરૂચ નું ઝાડેસ્વર ઇતિહાસ ની વાત કરવામા આવે તો ગામ વિક્રમ સવંત 13 મી સદીમાં વસ્યું હતું. જેમાં 11 ફળિયાના 250 પરિવારોની 750. વર્ષની વંશાવળી લખાયેલી છે હાલ ડિઝિટલ યુગમાં વંશજોની માહિતી એકત્ર રાખવાની અને વંશાવળી પ્રણાલી લુપ્તતાના આરે છે ત્યારે નવી પેઢીને ખબર પડે તે માટે ગામમાં 47 વર્ષ બાદ ઝાડેરવર ની વંશાવળી સાથે કનુભાઈ બારોટનો આમંત્રણ આપતા તેમનું આગમન થયું હતું વૈદિક કાળથી વંશાવળી ચાલી આવે છે જેમાં ઝાડેસ્વર ગામની વંશાવળી મુજબ ગામમાં વસેલા 750 લેઉઆ પાટીદાર સમાજનાં પરિવારોને અટક દેસાઈ અને અમીન તરીકેનું બિરૂદ મળેલું. દેસાઈપણું તેમને દિલ્હી ના બાદશાહ તરફથી અપાયેલું. ગ્રામજનોએ નવાબ પાસે થી ઇજારો મેળવી સોના મહોરો આપી જમીનો મેળવી હતી તેવું બારોટ ના ચોપડે થી માહિતી પ્રાપ્ત થઇ હતી નોંધનીય છે કે આ વંશાવળી માં હાલ ગામના દરેક લોકો તેમની પેઢી લખાવશે અને પરંપરાગત રીતે બારોટ નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

 
Design and Bloggerized by JMD Computer