Thursday 3 August 2023

પાપ ક્યાં જાય છે?

શાસ્ત્ર માં બ્રાહ્મણ ભોજન અને બ્રાહ્મણ ને જ દાન-દક્ષિણા આપવાનો આદેશ કેમ કર્યો છે?

બ્રાહ્મણ જ્યારે આપના ઘરે ભોજન કરે છે ત્યારે સ્વયં નારાયણ આપને ત્યાં ભોજન કરે છે.. વિષ્ણુ સહસ્ર માં ભગવાન નુ એક નામ આવે છે બ્રહ્મવિદ્ બ્રાહ્મણો.. એટલે કે બ્રાહ્મણ પણ મારું જ હાલતુ ચાલતુ સ્વરૂપ છે... તો સમજો કે જ્યારે બ્રાહ્મણ આપના ઘરે ભોજન કરે છે એનો મતલબ સ્વયં નારાયણ આપના ઘરે ભોજન કરે છે... હવે નારાયણ જેના ઘરે ભોજન કરે એનાં પાપ કાંઈ શેષ રહે??? બ્રાહ્મણ જેના પણ ઘરે જમે એ વ્યક્તિ નુ પાપ જમે છે.. ત્યારે એ વ્યક્તિ પાપ મુક્ત થાય છે.. અને એ જ પાપ સંધ્યોપાસના દ્વારા બ્રાહ્મણ બાળી નાંખે છે.. 

દાન - દક્ષિણા પણ બ્રાહ્મણ ને જ કેમ આપવા માં આવે છે... દક્ષિણા પણ સ્વયં ભગવતી છે અને યજ્ઞ સ્વયં નારાયણ છે.. દાન કે દક્ષિણા આપી ને બ્રાહ્મણ ને તમે તમારા પાપ માંથી મુક્ત કરવા માટે બંધક બનાવો છો.. બ્રાહ્મણ પોતાના પુણ્ય બેલેન્સ દ્વારા ફક્ત સંકલ્પ માત્ર થી પાપમુક્ત કરાવી શકે છે.... બ્રાહ્મણ જ્યારે સંધ્યા કરે છે ત્યારે નિત્ય પોતાના પાપ ને બાળે છે.. જ્યારે તમે બ્રાહ્મણ ને સીધું આપો છો ત્યારે એ નવે નવ ગ્રહ તમારા પર રાજી થાય છે અને એમની સંપૂર્ણ કૃપા ઉતરે છે.. માટે જ પહેલા જ્યારે વાર તહેવાર માં આપણા વડવાઓ તેમની કમાણીનો અને ખેડૂતો પોતાનાં પાક નો પહેલો ભાગ બ્રાહ્મણ ને આપતાં...

આ છે એક બ્રહ્મવિદ્ સંધ્યોપાસનશીલ બ્રાહ્મણ ની તાકાત..
 
નમો બ્રહ્મણ્યદેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ..
જગત્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ..

સાક્ષાત્ ગોવિંદસ્વરૂપ એવાં ધરતી પર નાં દરેક ભુદેવો નાં ચરણો માં વંદન...- 🙏🏻

 જય અંબે

🌼🪷હર હર મહાદેવ🪷🌼મહાદેવ મહાદેવ🪷🪷🪷🙏🏻

Tuesday 1 August 2023

જવાબદાર કોણ : દીકરી કે???

તથ્ય પટેલ અત્યારે જોરદાર વિવાદમાં છે. રોજ નવા નવા રાઝ ખુલતા જાય છે અને તથ્યની નવી નવી પોલ પકડાતી જાય છે. એની ગાડીમાં ત્રણ છોકરીઓ હતી. એ પૈકીની એક છોકરી ગામડામાંથી આવે છે, પીજીમાં રહે છે અને મા-બાપને ઉલ્લુ બનાવી જલસા કરે છે. એવું મિડીયાના માધ્યમથી જાણી શકાયું અને ખુદ એનો બાપ પણ એવી કબુલાત કરે છે, કે મને એકટીવામાં જમવાનું કહી ગયેલી છોકરી જેગુઆર કારમાંથી પકડાય છે. ત્યારે આપણને સૌને આંચકો લાગે છે, કે આ શું..?? મધ્યમવર્ગીય પરિવારની દીકરી પીજીના નામે ક્યાંથી ક્યા પહોંચી ગઈ..!! સોશીયલ મિડીયામાં આ આખી ઘટના જોરદાર ટ્રોલ થઈ છે. 
પરંતુ અહીં પજવતો પ્રશ્ન એ છે કે દીકરીની આ મોકળાશ માટે જવાબદાર કોણ..?? 

આ ઘરઘરનો પ્રશ્ન છે. અને શહેરો મહાશહેરોમાં આવી હજારો છોકરીઓ ઘરથી દૂર પીજી કે રૂમ પર રહે છે. હું સારી કે સંસ્કારી છોકરીઓની વાત નથી કરતો. સારી છોકરી તો દુનિયાના કોઈ પણ ખૂણામાં રહે એને કોઈ તથ્ય લલચાવી શકતો નથી. પરંતુ સંસ્કારોનો અંચળો ઓઢીને ફરતી છોકરીઓની આ વાત છે. અને મોટાભાગે એમના જ પ્રશ્નો છે. હોસ્ટેલમાંથી બહુ રેર પ્રશ્નો બહાર આવતા હોય છે. 
હમણાં હમણાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓની પણ ફેશન ચાલે છે. અને કોઈક કોલેજમાં ઓનપેપર એડમીશન લઈ એક મોટો વર્ગ તૈયારીના નામે શહેરોમાં ધામા નાખે છે અને પછી ત્યાથી જ શરૂ થાય છે, તથ્યયાત્રા..! જેનો વિગતે અભ્યાસ કરવામાં આવે તો ખરેખર ઘણા તથ્યો બહાર આવે એમ છે..! 
માત્ર એકલા ગાંધીનગરમાં જ સારી-નરસી હજારો છોકરીઓ રહે છે. એમાંની પાસે પરીક્ષાની તૈયારીનું ખૂબ મોટું બહાનું છે. એટલે કોચીંગના નામે બહુ મોટી મોકળાશ મળી છે. સ્વતંત્રતા જ્યાં સુધી સંસ્કારોથી રક્ષિત છે ત્યાં સુધી વાંધો નથી આવતો. પરંતુ પૈસાની ખેંચતાણ, દેખાદેખી, લોંગ ડ્રાઈવ, મોલ-મોલાતો, રજવાડી કાફે અને સવિશેષ તો અધૂરી સમજણ પ્રગટે ત્યારે જ તથ્ય જેવા નબીરાઓની એન્ટ્રી થતી હોય છે. 
મા-બાપ બિચારા ગામડે કાળી મજુરી કરે અને દીકરીઓ તથ્ય જેવા ટપોરીઓ સાથે જલસા કરે. ત્યારે ખરેખર પીડા થાય છે. મારું તો સ્પષ્ટપણે માનવુ છે કે એક જાગૃત બાપે એની દીકરીના રૂમ પર વારંવાર ઓચિંતી રેડ પાડવી જોઈએ. અને જો દીકરી અવિશ્વાસની દલીલ પર ઉતરી આવે તો સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ : "બેટા, હું તારો બાપ છું. અને જ્યાં સુધી તું મારા ઘેર છે ત્યાં સુધી ચાકર અને ચોકીદાર બન્નેની જવાબદારી મારી છે અને રહેશે.." 
હું એવું નથી કહેતો કે બધી જ દીકરીઓ ખરાબ છે. તેમછતાંય આત્મસંતોષ માટે ગાળેગાળે ગાંધીનગર આંટા મારતા રહેવું અને શક્ય હોય તો હોટલો ચેક કરતા રહેવું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે..! મારે શુંકામ કોઈની છોકરી સામે આંગળી કરવી જોઈએ..!! 

અને છેલ્લી એક કડવી વાત : મોટાભાગની સફળ થયેલી છોકરીઓ ગામડે ઘર પર રહીને જ ભણી છે. વિશ્વાસ ના આવતો હોય તો સચિવાલયમાં એકાદ આંટો મારી સફળ છોકરીઓના દર્શન કરી આવજો..
આનંદે આવશે અને અભિમાન પણ ઉતરી જશે..! 

આશા રાખું, 
ધરણીધર સૌને સદ્દબુદ્ધિ આપે. મને પણ અને તમને પણ..!!

 
Design and Bloggerized by JMD Computer